Video: રાંચીમાં BJYMનું પ્રદર્શન

સોર્સ: gstv

ઝારખંડની રાજધાની રાંચીમાં લોકભવન નજીક ભારતીય જનતા યુવા મોરચા (BJYM) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મહિલાઓની સુરક્ષા, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે આ પ્રદર્શન યોજાયું હતું. BJYMના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈ રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ મહિલાઓની સુરક્ષા અને યુવાનોને રોજગારી આપવાની માંગ ઉઠાવી હતી. આ દરમિયાન કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત