Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP's major organizational reshuffle, new state presidents appointed in four states

ભાજપમાં મોટી સંગઠનાત્મક ફેરબદલી, અચાનક જ ચાર રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
ભાજપમાં મોટી સંગઠનાત્મક ફેરબદલી, અચાનક જ ચાર રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક
સોર્સ : gstv

ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ત્રણ રાજ્યો - ત્રિપુરા, હરિયાણા અને પંજાબ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી માટે નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂકની જાહેરાત કરી છે. ભાજપ પાર્ટી પ્રમુખ નિતિન નબીને  રાજ્યોની સાથે-સાથે રાષ્ટ્રીય સ્તરે પણ પદાધિકારીઓની નવી ટીમ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સાંસદ અને રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ બનાવાયા છે. હરિયાણામાં ડૉ. અર્ચના ગુપ્તાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપી છે. સાથે જ ત્રિપુરામાં અભિષેક દેબરાયને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. આગામી સમયમાં જ્યાં ચૂંટણી યોજાવાની છે તેવા પંજાબમાં કેવલ સિંહ ધિલ્લોનને પાર્ટીની કમાન સોંપી છે.

App Store

હર્ષ મલ્હોત્રાના હાથમાં દિલ્હી ભાજપની કમાન

હાલમાં કેન્દ્ર સરકારમાં કોર્પોરેટ બાબતો અને માર્ગ પરિવહન તેમજ હાઇવે રાજ્ય મંત્રી તરીકેની ભૂમિકા ભજવી રહેલા હર્ષ મલ્હોત્રાને હવે દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ વિરેન્દ્ર સચદેવાની જગ્યા લેશે. હર્ષ મલ્હોત્રા 2024ની લોકસભા ચૂંટણીમાં પૂર્વી દિલ્હી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. રોહતાસ નગર સાથે સંબંધ ધરાવતા હર્ષ મલ્હોત્રાનો જમીની સ્તરે લાંબો અનુભવ રહ્યો છે. પૂર્વી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (EDMC) ના મેયર પણ રહી ચૂક્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સામે ભાજપને વધુ આક્રમક અને મજબૂત બનાવવાના હેતુથી તેમની પસંદગી મહત્ત્વપૂર્ણ મનાય છે.

હરિયાણાની કમાન ડૉ. અર્ચના ગુપ્તાને સોંપી

હરિયાણામાં પાર્ટીએ મોટો સંગઠનાત્મક ફેરફાર કરતા મોહનલાલ બડોલીના સ્થાને ડૉ.અર્ચના ગુપ્તાને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે. ડૉ. અર્ચના ગુપ્તા અગાઉ પાનિપત જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. 2020માં જ્યારે હરિયાણામાં જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેઓ એવા કેટલાક પસંદગીના મહિલા નેતાઓમાં સામેલ હતા જેમને આ મહત્વની જવાબદારી મળી હતી. જાટ અને બિન-જાટ સમીકરણોને સાધવા તેમજ રાજ્યમાં મહિલાઓની ભાગીદારીનો સંદેશ આપવા માટે અર્ચના ગુપ્તાને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

કેવલ સિંહ ધિલ્લોન: પંજાબ

પંજાબમાં સુનિલ જાખડનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ પૂર્વ ધારાસભ્ય કેવલ સિંહ ધિલ્લોનને રાજ્યના નવા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 75 વર્ષીય ધિલ્લોન 2007થી 2017 સુધી બરનાલાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના અત્યંત નજીકના માનવામાં આવે છે. પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ, ધિલ્લોન જૂન 2022 માં ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તેઓ પંજાબ ભાજપના ઉપપ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. માળવા ક્ષેત્રમાં તેમની મજબૂત પકડ અને શીખ ચહેરો હોવાના કારણે પાર્ટીએ તેમના પર ભરોસો મૂક્યો છે.

અભિષેક દેબરાય: ત્રિપુરા

પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં રાજીવ ભટ્ટાચાર્જીની જગ્યાએ યુવા ધારાસભ્ય અભિષેક દેબરાયને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. 40 વર્ષીય દેબરાય હાલમાં ગોમતી જિલ્લાના માતાબારી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમણે 2023ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને મોટા માર્જિનથી હરાવીને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. ફાર્મસીમાં ગ્રેજ્યુએશન કરી ચૂકેલા દેબરાય પાર્ટીનો યુવા ચહેરો છે. સાથે જ પાર્ટીના યુવા મતદારો તેમજ કાર્યકરોમાં ખૂબ જ લોકપ્રિય છે.