Video:યુપી કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત...વિધાનસભા ચૂંટણી વ્યુહ રચના પર ચર્ચા

સોર્સ: gstv

દિલ્હી ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી સાથે યુપી કોંગ્રેસના અધ્યક્ષ આરાધના મોના મિશ્રા અને રાજેન્દ્ર પાલ ગૌતમે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ બેઠકમાં આગામી ચૂંટણીના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવનારી વિવિધ સમિતિઓ જેમ કે કેમ્પેઈન કમિટી અને મેનિફેસ્ટો કમિટી અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારને આગળ કઈ રીતે લઈ જવો અને તેમાં કઈ બાબતોની જરૂરિયાત રહેશે તે અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું છે. બેઠકમાં થયેલી ચર્ચાઓના આધારે ટૂંક સમયમાં જ તમામ કમિટીઓની સત્તાવાર જાહેરાત કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત