મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારની રાજનીતિના નામે નીતિશનું રાજકીય એન્કાઉન્ટર!, ભાજપે સોંપી દીધી મોટી જવાબદારી

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રાજકીય સમીકરણ નવેસરથી બની રહ્યાં છે. બિહાર ભાજપના અધ્યક્ષ

બિહારની રાજનીતિના નામે નીતિશનું રાજકીય એન્કાઉન્ટર!, ભાજપે સોંપી દીધી મોટી જવાબદારી

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ રાજકીય સમીકરણ નવેસરથી બની રહ્યાં છે. બિહાર ભાજપના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, અમે 2025ની વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્ત્વમાં જ લડીશું. નીતિશ કુમારને બિહારની રાજનીતિમાં સક્રિય રાખીને કેન્દ્રની રાજનીતિથી દૂર રાખવાની ભાજપે રણનીતિ તૈયાર કરી દીધી છે. જો નીતિશ કુમાર કેન્દ્રની રાજનીતિમાં સક્રિય થયા તો તેમને મહત્ત્વના ખાતા સોપવા પડે તે માટે ભાજપે તેમને બિહારની રાજનીતિમાં જ સક્રિય રાખવા માટે મનાવી લીધા હોવાનું જાણવા મળે છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ પણ સમ્રાટ ચૌધરીની જેમ જ નિવેદન આપતા કહ્યું કે, 2025માં નીતિશ કુમારના નેતૃત્ત્વમાં જ ચૂંટણી લડાશે. વિજય સિન્હાએ કહ્યું, "અમારા NDAના નેતા છે તેમાં કોઇને ક્યાં શક છે, તેમાં કેટલાક લોકો પાછલા દરવાજે, ચોર દરવાજાથી ઘુસવા માંગે છે. RJDના લોકો ભ્રમનું વાતાવરણ બનાવે છે કારણ કે જનતાનો જનાદેશ લઇને સત્તામાં આવવાની તેમને હિમ્મત નથી, માટે તે આ રીતનો માહોલ તૈયાર કરે છે.'

નીતિશ કુમાર કિંગમેકર

મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ નીતિશ કુમાર અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ કિંગમેકર બનીને ઉભર્યા છે. NDAને 543માંથી 293 બેઠક મળી છે જ્યારે INDIA ગઠબંધનને 233 બેઠક મળી છે. ભાજપને 240 બેઠક સાથે બહુમત તો મળ્યો પરંતુ તે મેજિક નંબર 272થી ઘણુ દૂર રહી ગઇ છે. ભાજપ સહિત NDA આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને બિહારની જનતા દળ (યૂનાઇટેડ)ના વિશ્વાસે છે. નીતિશ કુમારની પાર્ટીને 12 બેઠક મળી છે જ્યારે NDAમાં TDP (16) સૌથી મોટી ભાગીદાર છે.

આ સમાચાર શેર કરો