મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં ભાજપે પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોમાંથી 89 કર્યા રિપિટ, જાણો શું છે ગેમ પ્લાન

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે પ્રથમ યાદીમાં 99 ઉમેદવારનો નામ જાહેર

મહારાષ્ટ્રમાં ભાજપે પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોમાંથી 89 કર્યા રિપિટ, જાણો શું છે ગેમ પ્લાન

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે પ્રથમ યાદીમાં 99 ઉમેદવારનો નામ જાહેર કર્યા છે. આ યાદીમાં 89 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ વર્તમાન અપક્ષ ધારાસભ્યોને પણ ટિકિટ આપી છે.

ભાજપની પ્રથમ યાદીમાં 99 નામોમાંથી 89 ટિકિટ વર્તમાન ધારાસભ્યોને જ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે, આ યાદીમાં એક પણ લઘુમતી ચહેરો સામેલ નથી. જો કે, મોટાભાગના ઉમેદવારો ઓબીસી, મરાઠા અને કેટલાક આદિવાસી સમુદાયના છે, જે વર્ષોથી ભાજપની પરંપરાગત વોટ બેન્ક છે. પ્રથમ યાદીમાં દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ જેવા અગ્રણી નેતાઓ સામેલ છે. 

ટેકચંદ સાવરકરની ટિકિટ કપાઈ

ભાજપની લાડલી બહેન યોજનાને 'વોટનો જુગાર' ગણાવનાર ટેકચંદ સાવરકરની ટિકિટ રદ્દ થઈ છે. તેમની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કેમ ધારાસભ્યોનું રિપિટેશન?

2019માં કેટલાક ધારાસભ્યોના બદલે નવા ચહેરાને ટિકિટ આપવાનુ નુકસાન ભાજપે યાદ રાખ્યું છે. જેના પગલે આ વખતે તેણે ધારાસભ્યોની લોકપ્રિયતા અને સમુદાયને ધ્યાનમાં રાખી ટિકિટ ફાળવણી કરી હોવાનું વિશ્લેષણમાં જાણવા મળ્યું છે. જેનું ઉદાહરણ ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે છે. જેમને ગત ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી. બાવનકુલેને 2019માં ટિકિટ ન મળતાં તેલી સમુદાયના મતો વહેંચાઈ ગયા હતા. જેથી આ વખતે તેમને કામઠી બેઠક પરથી ચૂંટણી લડવાની તક આપી છે. બાવનકુલે 2004, 2009 અને 2014માં કામઠીમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો