Maharashtra Election: ભાજપની 22 ઉમેદવારોની બીજી યાદીમાં માત્ર એક મહિલા ઉમેદવાર
Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે ઉમેદવારોની બીજ

Maharashtra Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. જેમાં 22 ઉમેદવારોના નામ સામેલ છે. પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં 121 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપની યાદીમાં ધુલે ગ્રામીણ બેઠક પરથી રામ ભદાને, મલકાપુરથી ચૈનસુખ મદનલાલ સંચેતી, અકોટથી પ્રકાશ ભારસાકલે, અકોલા પશ્ચિમથી વિજય કમલકિશોર અગ્રવાલને ટિકિટ આપવામાં આવી છે. વાશિમથી શ્યામ રામચરણજી ખોડે અને મેલઘાટથી કેવલરામ તુલસીરામ કાલે મેદાનમાં છે. ગઢચિરોલીથી મિલિંદ રામજી નરોટે, રાજુરાથી દેવરાવ વિઠોબા, બ્રહ્મપુરીથી કૃષ્ણલાલ બાજીરાવ સહરેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત વરોરા વિધાનસભા બેઠક પરથી કરણ સંજય દેવતલે, નાશિક સેન્ટ્રલથી દેવયાની સુહાસ, વિક્રમગઢથી હરિશ્ચંદ્ર સખારામ, શિરાલાથી સત્યજીત શિવાજીરાવ અને જાટમાંથી ગોપીચંદ પડલકરને ટિકિટ આપવામાં આવી છે.
20મી નવેમ્બરે ચૂંટણી
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.








