દિલ્હી ચૂંટણી 2025 માટે ભાજપે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
દિલ્હી ચૂંટણી 2025 માટે ભાજપે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં કપિલ મિશ્રાને ક

દિલ્હી ચૂંટણી 2025 માટે ભાજપે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં કપિલ મિશ્રાને કરાવલ નગરથી, હરીશ ખુરાનાને મોતી નગરથી, પ્રિયંકા ગૌતમ (જે તાજેતરમાં AAPમાંથી ભાજપમાં જોડાયા છે) કોંડલીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આ યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ કર્યો છે.
કરમ સિંહ કર્મા સુલતાનપુર મઝરા, કરનૈલ સિંહ શકુર બસ્તી બેઠક પરથી, તિલક રામ ગુપ્તા ત્રિનગર બેઠક પરથી, મનોજ કુમાર જિંદાલ સદર બજાર બેઠક પરથી અને સતીશ જૈન ચાંદની ચોક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે, રાજ કરણ ખત્રીને નરેલાથી, સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી, ગજેન્દ્ર દરલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરાડી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.






