મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Bye election 2024: ભાજપે વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારના નામ કર્યા જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ રાજ્યોમાં આગામી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશમ

Bye election 2024: ભાજપે વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારના નામ કર્યા જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રણ રાજ્યોમાં આગામી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઉત્તરાખંડમાં બે અને  મધ્યપ્રદેશમાં એક ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

અમરવાડા બેઠક પરથી કમલેશ શાહને મેદાનમાં ઉતાર્યા

ભાજપે હિમાચલ પ્રદેશના દેહરાથી હોશિયાર સિંહ ચંબ્યાલ, હમીરપુરથી આશિષ શર્મા અને નાલગઢથી કૃષ્ણલાલ ઠાકુરને ટિકિટ આપી છે. મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પરથી કમલેશ શાહને મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ માટે રાજેન્દ્ર સિંહ ભંડારી અને મેંગલોર સીટ માટે કરતાર સિંહ ભડાનાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

10 જુલાઈએ મતદાન થશે

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે સોમવારે સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ અંતર્ગત 10 જુલાઈએ મતદાન થશે.  13 જુલાઈએ મતગણતરી થશે. આ પેટાચૂંટણીઓ બેઠક સભ્યોના અવસાન અથવા રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.

આ સમાચાર શેર કરો