Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP releases first list of 144 candidates in West Bengal

પશ્ચિમ બંગાળમાં BJPના 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર, સુવેન્દુ અધિકારી બે સીટો પર લડશે ચૂંટણી 

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
પશ્ચિમ બંગાળમાં BJPના 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર, સુવેન્દુ અધિકારી બે સીટો પર લડશે ચૂંટણી 
સોર્સ : google

ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેના ભાગરૂપે પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. BJPએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની TMCને હરાવવા માટે કમર કસી લીધી છે. ભાજપે સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષ બંનેને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે નંદીગ્રામ અને ભવાનીપુર એમ બે સીટો પરથી સુવેન્દુ અધિકારીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉની ચૂંટણી ભવાનીપુર બેઠક પરથી જીતી હતી.

App Store

 પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષને પડકાર આપવા માટે ભાજપે મજબૂત વ્યૂહનીતિ સાથે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી રાજ્યના વિવિધ સમીકરણોને સાધી શકાય. બંગાળમાં ચૂંટણી જંગ આ વખતે વધુ રસપ્રદ બનવાની શક્યતા છે કારણ કે ભાજપ ત્યાં પોતાની પકડ મજબૂત કરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યું છે.

2021ની વિધાનસભા ચૂંટણીમાં શુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ મતવિસ્તારમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને આશરે 2000 મતે હરાવ્યા હતા. 17 રાઉન્ડની મતગણતરી બાદ સુવેન્દુ અધિકારી વિજેતા થયા હતા. મમતાએ ભાજપ પર ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો હતો. તે હાર બાદ, મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક પરથી પેટાચૂંટણી લડી અને વિજય મેળવ્યો. હવે, એ જ ભાજપે ફરી એકવાર મમતા બેનર્જીને ઘેરવા માટે એક વ્યૂહાત્મક ચાલમાં સુવેન્દુ અધિકારીને પોતાના મતવિસ્તારમાં મેદાનમાં ઉતાર્યા છે. 

ચૂંટણી પંચે રવિવારે (15 માર્ચ, 2025) જાહેરાત કરી હતી કે, પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે વિધાનસભા ચૂંટણીઓ બે તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલ 2026 ના રોજ યોજાશે. મતગણતરી 4મે, 2026 ના રોજ થશે. પાછલી વિધાનસભા ચૂંટણીઓમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીએ 215 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપ 77 બેઠકો સાથે મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.