કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 47 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

સોર્સ : google
આગામી કેરળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. કે. સુરેન્દ્રન મંજેશ્વર બેઠક પરથી, નવ્યા હરિદાસ કોઝિકોડ ઉત્તરથી, એડવોકેટ જ્યોર્જ કુરિયન કાંજીરાપલ્લીથી, વી. મુરલીધરન કઝાકૂટમથી અને પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખર નેમોમથી મેદાનમાં ઉતર્યા છે. ભાજપે પ્રથમ યાદીમાં 47 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
આસામ-કેરળ, પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન
કેરળ વિધાનસભાની ચૂંટણી માટે 9 એપ્રિલે મતદાન થવાનું છે. જ્યારે 4 મે ના રોજ પરિણામ જાહેર થશે. ભાજપે દક્ષિણમાં મોટી જીત મેળવવા એડિચોટીનું જોર લગાવ્યું છે. ગઈકાલે ચૂંટણી જાહેર થયાના 24 કલાકમાં જ કેરળ વિધાનસભા માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે અન્ય પાર્ટીઓએ હજુ ઉમેદવારો શોધવાના છે.

