કતલની રાત! ભાજપે સાંસદ સુપ્રિયા સુલે અને કોંગ્રેસ નેતા નાના પટોલે પર લગાવ્યા મોટા આરોપ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.સુધાંશુ ત્રિવેદીએ નવી દિલ્હીમાં પત્રકાર પર

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.સુધાંશુ ત્રિવેદીએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે પર મોટા આરોપ લગાવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.સુધાંશુ ત્રિવેદીએ NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ પુણે, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે, ભૂતપૂર્વ IPS અધિકારીઓ ગૌરવ મહેતા અને રવિન્દ્રનાથ પાટીલ નામના લોકો પર બીટકોઈનને એન્કેશ કરવાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને તેમને કેટલાક ઓડીયો રેકોર્ડિંગ અને ચેટના સ્ક્રીન શોર્ટ મીડિયા સમક્ષ બતાવ્યા હતા.
પૂર્વ આઈપીએસ અધિકારી રવિન્દ્રનાથ પાટીલના દાવા અંગે ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક પુરાવા રજૂ કર્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે એનસીપી-એસપી નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ફંડ આપવા માટે 2018ના ક્રિપ્ટોકરન્સી ફ્રોડ કેસમાંથી બિટકોઈનનો દુરુપયોગ કર્યો છે.
જો કે આ મામલે NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ પુણેના ભૂતપૂર્વ IPS અધિકારીઓ ગૌરવ મહેતા અને રવિન્દ્રનાથ પાટીલ વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચમાં સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટ કરી જણાવ્યું કે, “મતદાનની આગલી રાત્રે મતદારોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી ફેલાવવાની જાણીતી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બિટકોઈનના દુરુપયોગના ખોટા આરોપો સામે અમે ECI અને સાયબર ક્રાઈમ વિભાગમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. આની પાછળના ઈરાદાઓ અને દૂષિત કલાકારો સંપૂર્ણપણે સ્પષ્ટ છે, તે નિંદનીય છે કે ભારતના બંધારણ દ્વારા સંચાલિત સ્વસ્થ લોકશાહીમાં આવી પ્રથાઓ થઈ રહી છે.”
ફોજદારી અને સિવિલ બદનક્ષીની નોટિસ જારી કરશે સાંસદ સુપ્રિયા સુલે
સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટ કરી લખ્યું કે, ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ પાયાવિહોણા આક્ષેપો કર્યા છે, છતાં આશ્ચર્યજનક નથી કારણ કે ચૂંટણીની એક રાત પહેલા ખોટી માહિતી ફેલાવવાનો આ સ્પષ્ટ કેસ છે. મારા વકીલ સુધાંશુ ત્રિવેદી સામે સામાન્ય જનતાને છેતરવાના ઈરાદાથી ખોટા આક્ષેપો કરવા બદલ ફોજદારી અને સિવિલ બદનક્ષીની નોટિસ જારી કરશે.







