ભાજપે 2019માં જીતેલી બેઠકો પણ ગુમાવી! પશ્ચિમ બંગાળમાં TMC 42માંથી 31 સીટોમાં આગળ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણીના પરિણામો રસપ્રદ હ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણીના પરિણામો રસપ્રદ હોઈ શકે છે. બંગાળ વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંગાળમાં ભાજપનો ખેલ થયો છે. લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં ભાજપને બંગાળમાં 18 બેઠકો મળી હતી પરંતુ આ વખતે ભાજપ માત્ર 10 બેઠકો પર આગળ છે. માનવામાં આવે છે કે, ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપ 8 સીટો પર હારી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી ટીએમસી સતત આગળ ચાલી રહી છે. ટીએમસી 31 સીટો પર આગળ છે, ભાજપ 10 સીટો પર આગળ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન 1 સીટ પર આગળ છે.
એક્ઝિટ પોલ ખોટા પડ્યા!
એક્ઝિટ પોલમાં ભાજપને બંગાળની 42 બેઠકોમાંથી 26થી 31 બેઠકો મળવાનું કહેવાય છે. એટલે કે, ભાજપને 8થી 10 બેઠકો મળવાની ધારણા હતી, પરંતુ પરિણામો પર નજર કરીએ તો લગભગ 8 બેઠકો ગુમાવી રહી હોવાનું જણાય છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 11-14 બેઠકો મળવાની આશા હતી, પરંતુ તે 30 બેઠકો પર આગળ ચાલી રહી છે. ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તારમાં, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સાંસદ અભિષેક બેનર્જી તેમના નજીકના હરીફ ભાજપના અભિજીત દાસ પર 32,507 મતોથી આગળ છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ, હુગલી સીટ પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર રચના બેનર્જી તેમના નજીકના હરીફ અને ભાજપના વર્તમાન સાંસદ લોકેટ ચેટર્જીથી આગળ છે.
બોલપુરમાં પિયા સાહા પાછળ
બોલપુર લોકસભા સીટ પર, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને બે વખતના સાંસદ અસિત તેમના નજીકના હરીફ ભાજપના પિયા સાહા પર 6010 મતોથી આગળ છે. માલદા દક્ષિણમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશા ખાન ચૌધરી ભાજપના ઉમેદવાર શ્રીરૂપા મિત્રા ચૌધરીથી 11,733 મતોથી આગળ છે.
જાદવપુરમાં પણ ટીએમસી આગળ
જાદવપુરમાં, તૃણમૂલ કોંગ્રેસના સયાની ઘોષ તેમના નજીકના હરીફ ભાજપના અનિર્બાન ગાંગુલીથી 8,048 મતોથી આગળ છે. માલદા ઉત્તરમાં, વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર ખગેન મુર્મુ તેમના નજીકના હરીફ તૃણમૂલ કોંગ્રેસના પ્રસૂન બેનર્જી કરતાં 11,119 મતોથી આગળ છે. કૂચ બિહારમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ નિસિથ પ્રામાણિક તૃણમૂલના ઉમેદવાર અને હરીફ જગદીશ ચંદ્ર બર્મા બસુનિયાથી 5,529 મતોથી પાછળ છે.
ભાજપના દિગ્ગજ નેતાઓ હારી જશે!
ઈલેક્શન કમિશનની વેબસાઈટ અનુસાર, ભાજપના મજબૂત ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટ બેઠક પર તેમના નજીકના પ્રતિસ્પર્ધી તૃણમૂલના બિપ્લબ મિત્રાથી 4,855 મતોથી પાછળ છે. પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પર, ભાજપના ઉમેદવાર એસએસ અહલુવાલિયા તેમના નજીકના હરીફ તૃણમૂલના શત્રુઘ્ન સિંહાથી 6,956 મતોથી આગળ છે. બાંકુરા લોકસભા બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર અરૂપ ચક્રવર્તીએ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સુભાષ સરકાર કરતાં 3,765 મતોની લીડ મેળવી છે.
કોલકાતા ઉત્તરમાં સીટ અટકી
કોલકાતા ઉત્તર બેઠક પર, તૃણમૂલ ઉમેદવાર અને લોકસભામાં પાર્ટીના નેતા સુદીપ બંદોપાધ્યાય તેમના નજીકના હરીફ ભાજપના તાપસ રોયથી 98 મતોથી આગળ છે. બર્ધવાન-દુર્ગાપુર બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર કીર્તિ આઝાદ તેમના નજીકના હરીફ ભાજપ કરતાં 6,526 મતોથી આગળ છે. કોલકાતા દક્ષિણ બેઠક પરથી, તૃણમૂલ ઉમેદવાર માલા રોય તેમના નજીકના હરીફ CPI(M)ના સાયરા શાહ હલીમ કરતાં 12,491 મતોના માર્જિનથી આગળ છે.








