ભાજપ નેતાની ગોળી મારીને કરાઈ હત્યા, આ રાજ્યમાં સરકાર અને પોલીસ સામે ઉભા થયા સવાલ
પશ્ચિમ બંગાળના મથુરાપુર જિલ્લામાં ભાજપના નેતા- સોશિયલ મીડિયા કોઓર્ડિનેટરન

પશ્ચિમ બંગાળના મથુરાપુર જિલ્લામાં ભાજપના નેતા- સોશિયલ મીડિયા કોઓર્ડિનેટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક ભાજપ નેતાનું નામ પૃથ્વીરાજ નાસ્કર છે. પાર્ટી પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે આ હત્યા પાછળ કોણ છે? તે કયા હેતુથી કરવામાં આવ્યું છે તેનો સહેજે અંદાજો લગાવી શકાય છે.
આ પણ વાંચોઃ મણિપુરમાં ફરી હચમચાવનારી ઘટના, મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ જીવતી સળગાવી
ભાજપે પોતાના નેતાની હત્યા બાદ મમતા સરકાર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે રાજ્યમાં રાજકીય મતભેદના કારણે આવી હિંસાની ઘટના બની રહી છે. સત્તાધારી પાર્ટી વિપક્ષના કાર્યકરોને ડરાવવા માટે આવા હુમલા કરાવે છે. સરકાર અને પોલીસ રાજકીય રીતે પક્ષપાતી છે.
લોકસભા ચૂંટણી વખતે પણ આવી ઘટના બની હતી
જણાવી દઈએ કે બંગાળમાં અત્યાર સુધી ભાજપના અનેક નેતાઓની હત્યા કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી દરમિયાન પણ સાતમા તબક્કાના મતદાન પછી નાદિયા જિલ્લામાં ભાજપના એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે મૃતક ચાની દુકાને બેઠો હતો. તેઓ થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા.
પશ્ચિમ બંગાળમાં 13 નવેમ્બરે 6 વિઘાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને ટીએમસી વચ્ચે સતત વાકયુદ્ધ ચાલી રહ્યું છે. મિથુન ચક્રવર્તીના નિવેદનથી બંગાળનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. 27 ઓક્ટોબરે સોલ્ટ લેકમાં આયોજિત બીજેપી સદસ્યતા કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ બંગાળની સત્તા માટે કંઈ પણ કરવા તૈયાર છે. મિથુને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મંચ પર કહ્યું કે, અહીંની 70 ટકા વસ્તી મુસ્લિમ અને 30 ટકા હિંદુ છે. જો તમે ભાગીરથી નદીમાં ફેંકશો તો અમે પણ એક દિવસ તમને ફેંકી દઈશું. પણ ભાગીરથી નદીમાં નહીં, કારણ કે તે અમારી માતા છે, અમે તમને બીજે દફનાવી દઈશું.






