મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભાજપના ગોરખપુરના ઉમેદવાર અને અભિનેતા રવિ કિશનને રાહત, કોર્ટે DNA ટેસ્ટ કરાવવાની ના પાડી

મુંબઈની કોર્ટે ભાજપના ઉમેદવાર અને અભિનેતા રવિ કિશનને રાહત આપી છે. કોર્ટે શુક્રવારે

ભાજપના ગોરખપુરના ઉમેદવાર અને અભિનેતા રવિ કિશનને રાહત, કોર્ટે DNA ટેસ્ટ કરાવવાની ના પાડી

 મુંબઈની કોર્ટે ભાજપના ઉમેદવાર અને અભિનેતા રવિ કિશનને રાહત આપી છે. કોર્ટે શુક્રવારે એક 25 વર્ષીય મહિલાની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે ભાજપના ગોરખપુરના ઉમેદવાર અને અભિનેતા રવિ કિશનના ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી. મહિલાની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રવિ કિશન તેના બાયોલોજિકલ ફાધર છે.

કોર્ટે મુંબઈની રહેવાસી અર્પણા સોનીના એ દાવાને ફગાવી દીધો હતો કે જેમાં અરજીકર્તા અર્પણા સોનીએ અભિનેતા રવિ કિશન પોતાની પુત્રી શિનોવના ફાધર હોવાનું જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન મુંબઈની ડિંડોશી સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવો કોઈ મામલો નથી જે બતાવતો હોય કે અપર્ણા સોની અને રવિ કિશન વચ્ચે કોઈ સંબંધ હતો.

જણાવી દઈએ કે ગુરુવારે કોર્ટમાં શિનોવાએ દાવો કર્યો હતો કે તે અભિનેતાને ચાચુ (કાકા) કહીને બોલાવે છે, પરંતુ તે વાસ્તવમાં તેના બાયોલોજિકલ ફાધર છે. આ કેસમાં રવિ કિશન વતી વકીલ અમીત મહેતાએ દલીલ કરી હતી કે અભિનેતા અને અપર્ણા સોની વચ્ચે કોઈ સંબંધ નહોતો. જો કે, મહેતાએ સ્વીકાર્યું કે અભિનેતા અપર્ણા સોનીને ઓળખતો હતો, પરંતુ માત્ર એક સારા મિત્ર તરીકેજ ઓળખતો હતો, કારણ કે બંનેએ ફિલ્મ ઉદ્યોગમાં સાથે કામ કર્યું હતું. વકીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને ક્યારેય રિલેશનશિપમાં નહોતા.

શિનોવાની અરજી પર દલીલ કરતી વખતે વકીલ અશોક સરોગીએ પિતૃત્વ પરિક્ષણ (DNA) ની માંગ કરી હતી. સરોગીએ જણાવ્યું કે, અપર્ણા સોનીએ 1991માં રાજેશ સોની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કેટલાક વિવાદો અને મતભેદોને કારણે તેમણે 1995માં પોતાનું વૈવાહિક ઘર છોડી દીધું હતું. અપર્ણા સોની એક પત્રકાર તરીકે ફિલ્મ ઉદ્યોગમાં જોડાઈ હતી, ત્યારબાદ તેણી અને રવિ કિશન પ્રેમમાં પડ્યા હતા અને સંબંધો શરૂ થઈ ગયા હતા. 

વકીલે કહ્યું કે શિનોવાના જન્મ પછી અભિનેતા તેની સંભાળ લઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે પોતાના સંબંધોને નકારીને સાથ આપવાનું પણ બંધ કરી દીધું. સરોગીએ કહ્યું કે રવિ કિશને શિનોવાને તેની જૈવિક પુત્રી તરીકે દત્તક લેવાનો ઇનકાર કર્યો હોવાથી સત્યતા જાણવા માટે પિતૃત્વ પરીક્ષણ કરાવવું જોઈએ. 16 એપ્રિલે લખનૌમાં અપર્ણા સોની ઉર્ફે અપર્ણા ઠાકુરે દાવો કર્યો હતો કે રવિ કિશન શિનોવાના બાયોલોજિકલ ફાધર છે. 

જણાવી દઈએ કે આ મામલામાં રવિ કિશનની પત્ની પ્રીતિ શુક્લાએ લખનૌમાં અપર્ણા સોની અને શિનોવા વિરુદ્ધ FIR દાખલ કરી છે. જેના આધારે પોલીસે અપર્ણા સોની, તેના પતિ રાજેશ સોની, પુત્રી શિનોવા, પુત્ર સૌનક સોની, સમાજવાદી પાર્ટીના નેતા વિવેક કુમાર પાંડે અને યુટ્યુબ ચેનલ ચલાવતા પત્રકાર ખુર્શીદ ખાન એમ 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ સમાચાર શેર કરો