Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP leader fills fake form for BMC elections

ગજબ! BMC ચૂંટણી માટે ભાજપ નેતાએ ભર્યું ફર્જી ફોર્મ, ઇલેક્શન કમિશને એક્સેપ્ટ પણ કર્યું

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ગજબ! BMC ચૂંટણી માટે ભાજપ નેતાએ ભર્યું ફર્જી ફોર્મ, ઇલેક્શન કમિશને એક્સેપ્ટ પણ કર્યું
સોર્સ : google

મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મ્યુનિસિપલ ચૂંટણી માટે ભાજપ તરફથી ટિકિટ ન મળતાં એક બળવાખોર પક્ષના નેતાએ મુંબઈમાં ડુપ્લિકેટ AB ફોર્મ જમા કરાવ્યું. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે ચૂંટણી પંચે આ ફોર્મ સ્વીકારી પણ લીધું. BMC ચૂંટણીની ઉમેદવારી ફોર્મ ભરવા દરમિયાન આ ઘટના વોર્ડ નંબર 173માં બની હતી. મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમે ફરિયાદ કરી છે કે, શિલ્પા કેલુસ્કરે ડુપ્લિકેટ AB ફોર્મ જમા કરાવ્યું હતું. સાટમે ચૂંટણી પંચને પત્ર લખીને ફોર્મ રદ કરવાની માંગ કરી હતી.

App Store

જાણો શું બની છે ઘટના

BMC ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા દરમિયાન શિલ્પા કેલુસ્કર મુંબઈના વોર્ડ 173 થી ભાજપ ઉમેદવાર હતા. જોકે, તેમને સત્તાવાર AB ફોર્મ આપવામાં આવ્યું ન હતું, તેથી તેમણે વિરોધ કર્યો અને પાર્ટી તરફથી ડુપ્લિકેટ AB ફોર્મ જોડીને પોતાનું નામાંકન દાખલ કર્યું. જ્યારે મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમને આ વાતની જાણ થતાં ચૂંટણી પંચને ફરિયાદ કરી. તેમણે મ્યુનિસિપલ ચૂંટણી પંચને પત્ર લખીને શિલ્પા કેલુસ્કરની અરજી રદ કરવાની માંગ કરી.

ભાજપે શરૂઆતમાં AB ફોર્મ આપ્યું પછી પાછું ખેંચી લીધું

નોંધનીય છે કે ભાજપે શરૂઆતમાં શિલ્પા કેલુસ્કરને AB ફોર્મ આપ્યું હતું, પરંતુ પાર્ટીએ પછીથી તે લઈ લીધું હતું. પાછળથી જાણવા મળ્યું કે શિલ્પા કેલુસ્કરે એક ડુપ્લિકેટ એબી ફોર્મ તૈયાર કર્યું હતું અને તેને પોતાની અરજી સાથે જોડી દીધું હતું. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.