આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપ રાજકીય સંકટમાં! NDAની સરકાર તૂટવો ભય
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં હાલમાં રાજકીય સંકટની સ્થિતિ છ

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં હાલમાં રાજકીય સંકટની સ્થિતિ છે. અહીં શાસક ગઠબંધન ભાજપ અને AINRC વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. એક તરફ ભાજપના ધારાસભ્યોએ પોતાની જ પાર્ટી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.
બીજી તરફ, ઘણા નેતાઓ ભાજપ અધ્યક્ષ એસ સેલ્વગણપતિની વિરુદ્ધ થઈ ગયા છે. ભાજપના પૂર્વ અધ્યક્ષ વી સમીનાથને તેમને હટાવવાની માંગ કરી છે. સીએમ રંગાસામીએ હજુ પણ સમગ્ર મામલે મૌન જાળવી રાખ્યું છે.
પુડુચેરી વિધાનસભાનું ગણિત
પુડુચેરી વિધાનસભાના ગણિતની વાત કરીએ તો 30 બેઠકોવાળી વિધાનસભામાં AINRC પાસે 10 અને ભાજપ પાસે 6 બેઠકો છે. આ સિવાય ડીએમકે પાસે 6 અને કોંગ્રેસ પાસે 2 બેઠકો છે. જ્યારે 6 ધારાસભ્યો અપક્ષ છે. અહીં ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનમાં છે. હવે જો ભાજપ અને AINRC વચ્ચેની લડાઈ વધી તો સરકાર પણ પડી શકે છે.






