રાજ્યસભા ચૂંટણી: ભાજપે 9 ઉમેદવારોના નામની કરી જાહેરાત, પક્ષપલટુઓને બનાવ્યા ઉમેદવાર
9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે 3જી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે પણ પોતાનો

9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે 3જી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે પણ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એક અખબારી યાદી બહાર પાડીને પાર્ટીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી આગામી રાજ્યસભાની પેટાચૂંટણી માટે કેટલાક નામોને મંજૂરી આપી દીધી છે.
ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખના એક દિવસ પહેલા મંગળવારે રાજ્યસભાના 9 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે રાજ્યસભા માટે 9 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કિરણ ચૌધરીને ભાજપે હરિયાણાથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.
આસામ - રામેશ્વર તેલી અને રંજન દાસ
બિહાર - મનન કુમાર મિશ્રા
હરિયાણા - કિરણ ચૌધરી
મધ્યપ્રદેશ - જ્યોર્જ કુરિયન
મહારાષ્ટ્ર - ધાર્યશીલ પાટીલ
ઓડિશા - મમતા મોહંતા
રાજસ્થાન - રવનીત સિંહ બિટ્ટુ
ત્રિપુરા - રાજીવ ભટ્ટાચાર્ય








