મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર અમેરિકાની કરશે બરાબરી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેમ આવું કહ્યું?

Bihar will equal America: Union Minister Nitin Gadkari | કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે બિહારના પ્રવાસે હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે 2029 માં, જ્યા

બિહાર અમેરિકાની કરશે બરાબરી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેમ આવું કહ્યું?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે બિહારના પ્રવાસે હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે 2029 માં, જ્યારે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર કેન્દ્રમાં 15 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે બિહારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક અમેરિકા જેટલું થઈ જશે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ(Road Transport and Highways Minister Nitin Gadkari) બોધગયામાં સતત બે કાર્યક્રમોને સંબોધિત કરતા આ વાત કહી હતી.

બિહારનું રોડ નેટવર્ક અમેરિકા જેટલું હશે

નીતિન ગડકરીએ કહ્યું, "અમારી સરકાર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં ઝડપથી પ્રગતિ કરી રહી છે અને બિહારમાં પણ આ દેખાઈ રહ્યું છે. હું વચન આપું છું કે વર્તમાન પાંચ વર્ષના કાર્યકાળ પછી, જ્યારે અમે સત્તામાં 15 વર્ષ પૂર્ણ કરીશું, તો બિહારનું રોડ નેટવર્ક અમેરિકાની બરાબરી થઈ જશે." તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બિહારના રોડ નેટવર્કમાં જબરદસ્ત સુધારો થયો છે. આ સાથે તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે NDA સરકાર ભવિષ્યમાં પણ વિકાસ માટે કામ કરતી રહેશે.

પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ(Union Minister Nitin Gadkari) આ પ્રસંગે રૂ. 3,700 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે જે પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેમાં નેશનલ હાઈવે-20ના બખ્તિયારપુર-રાજૌલી સેક્શન અને રાજૌલીથી હલ્દિયા સુધીના રસ્તા પહોળા કરવાનો સમાવેશ થાય છે. તેનાથી ઝારખંડ અને બિહાર વચ્ચે કનેક્ટિવિટી સુધરશે અને નવાદા જિલ્લાના લોકોને પણ તેનો લાભ મળશે. તેમણે હસનપુરથી બખ્તિયારપુર રોડ પહોળા કરવાના વિભાગ સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી નાલંદા અને પટના જિલ્લાઓ વચ્ચેના મુસાફરોને લાભ થવાની અપેક્ષા છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ભાજપનો પાક મોટો થઈ ગયો, પણ જીવાત પડી ગઈ છે : આવું કેમ બોલ્યા નીતિન ગડકરી 

બુદ્ધ સર્કિટ ખાતે કામ ચાલી રહ્યું છે

આ સિવાય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેર કરાયેલા અન્ય પ્રોજેક્ટ્સમાં રૂ. 5,100 કરોડના ખર્ચે 90 કિમી લાંબા મોકામાથી મુંગેર રોડને પહોળો કરવાનો અને રૂ. 1,250 કરોડના ખર્ચે 9 શહેરોમાં 11 રેલ ઓવર બ્રિજનો સમાવેશ થાય છે. ગડકરીએ પટનામાં 10,000 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ રિંગ રોડ બનાવવાની પણ જાહેરાત કરી હતી. નીતિન ગડકરીએ એ પણ માહિતી આપી કે, “અમે બુદ્ધ સર્કિટના ભાગ રૂપે 22,000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે લગભગ 1600 કિમી રોડનું નિર્માણ કરી રહ્યા છીએ. 1100 કિમીનું કામ પૂર્ણ થયું છે અને આગામી વર્ષની શરૂઆતમાં 370 કિમીનું કામ પૂર્ણ થશે. બાકીના 130 કિલોમીટર માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો