મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રમાં કોણ બનશે CM? ભાજપ પર્યવેક્ષક વિજય રૂપાણીનું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળની બેઠક માટેના બે કેન્દ્

VIDEO: મહારાષ્ટ્રમાં કોણ બનશે CM? ભાજપ પર્યવેક્ષક વિજય રૂપાણીનું મોટું નિવેદન

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળની બેઠક માટેના બે કેન્દ્રીય નિરીક્ષકો પૈકીના એક વિજય રૂપાણી (ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી)એ કહ્યું હતું કે, મહાયુતિમાં સર્વસંમતિથી નેતા પસંદ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનનું નેતૃત્વ કરતી ભાજપે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને રૂપાણીને મુંબઈમાં તેની વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નામ આપ્યા હતા. જ્યાં ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે.

રૂપાણીએ રાજકોટમાં તેમના નિવાસસ્થાને જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય દળની બેઠક બુધવારે મળશે. ભાજપના ધારાસભ્યોની તે બેઠકમાં સર્વસંમતિથી નેતા પસંદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હું અને સીતારમન નિરીક્ષક તરીકે બેઠકમાં હાજર રહીશું અને એવા નેતાની ઘોષણા માટે હાઈકમાન્ડને રિપોર્ટ સુપરત કરીશું જે આખરે મુખ્યમંત્રી બની શકે. 

બીજેપીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીએ કહ્યું કે, મને લાગે છે કે મહારાષ્ટ્રને આ વખતે ભાજપના મુખ્યમંત્રી મળશે. કારણકે હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભાજપના ઉમેદવારને સમર્થન આપશે. જણાવી દઈએ કે, ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક બુધવારે સવારે દક્ષિણ મુંબઈના વિધાન ભવનમાં યોજાશે.

વિજય રૂપાણીએ કહ્યું કે, મને લાગે છે કે મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપના જ હશે. આ સાથે મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને લાંબા સમયથી ચાલતી ગડમથલનો અંત દેખાતો થઇ રહ્યો છે અને એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસને આ પદ મળી શકે છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ મુદ્દે સસ્પેન્સ સતત વધી રહ્યું છે. એવામાં હાલના કાર્યકારી સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે પોતે ડેપ્યુટી સીએમની રેસમાં હોવાનું નકાર્યું છે. તે કેન્દ્રીય સ્તરે પણ કોઈ મંત્રી પદ લેશે નહીં.

આ સમાચાર શેર કરો