શીખ સમુદાય પર વિવાદાસ્પદ નિવેદન મામલે રાહુલ ગાંધીને મોટી રાહત, હાઈકોર્ટે અરજી ફગાવી દીધી!

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે અલ્હાબાદ હાઈકોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સામે નોંધાવવામાં આવેલી એક અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં રાહુલ ગાંધી દ્વારા શીખ સમુદાય સંદર્ભે કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને તેમની સામે FIR દાખલ કરવાની માગ કરવામાં આવી હતી.
અદાલતે આ મામલાની સુનાવણી બાદ અરજીમાં પર્યાપ્ત કાનૂની આધાર ન જણાતાં તેને રદ કરી દીધી હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી કાનૂની રાહત મળી છે અને તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરાવવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે.
જાહેરાત
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિપક્ષી પક્ષો અને ફરિયાદી પક્ષ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂકીને પોલીસ કેસ નોંધવાની માગ ઉઠાવવામાં આવી હતી.
જાહેરાત








