મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ સરકારને પાડવાના ષડયંત્રનો થયો ખુલાસો

બિહારમાં નીતિશ કુમાર સરકારને વિશ્વાસમત મેળવતા રોકવા માટે હૉર્સ ટ્રેડિંગ કરવામાં આવ

બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ સરકારને પાડવાના ષડયંત્રનો થયો ખુલાસો

બિહારમાં નીતિશ કુમાર સરકારને વિશ્વાસમત મેળવતા રોકવા માટે હૉર્સ ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું. સત્તાધારી પક્ષના ધારાસભ્યોને હવાલા દ્વારા એડવાન્સ પૈસા મોકલવામાં આવ્યા હતા. જો નીતિશ કુમારનું નેતૃત્ત્વ ધરાવતી NDA સરકાર વિશ્વાસ મત મેળવતા હારી જાત તો ધારાસભ્યોને મોટી રકમ ચુકવવામાં આવી હોત. આ ખુલાસો ઇકોનોમિક ઓફેન્સ યુનિટની તપાસમાં થયો છે.

પટણાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલી તપાસ દરમિયાન આર્થિક અપરાધ એકમને ચોંકાવનારા પુરાવા મળ્યા છે. EOUએ તેનો તપાસ રિપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સુપરત કર્યો છે. હોર્સ ટ્રેડિંગ સાથે જોડાયેલા આ કેસની હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ કરવામાં આવશે.

28 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે થઇ હતી ડીલ

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હી,ઉત્તર પ્રદેશ અને ઝારખંડ તેમજ નેપાળમાંથી હવાલા મારફતે સત્તાધારી પક્ષના ધારાસભ્યોને પૈસા મોકલવામાં આવતા હતા. ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટે પણ ગેરકાયદેસર લેવડદેવડ સંબંધિત પુરાવા EDને સોંપ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને જનાદેશ મળ્યો હતો, પરંતુ આ દરમિયાન તેઓ મહાગઠબંધન સાથે ગયા હતા. ડિસેમ્બરમાં જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહની વિદાય બાદ બિહારમાં રાજકીય વાતાવરણ અચાનક બદલાઈ ગયું અને 28 જાન્યુઆરીએ ફરી પલટો આવ્યો. મુખ્ય પ્રધાન નીતિશ કુમારે મહાગઠબંધન સરકારના મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું અને થોડા કલાકો પછી ભારતીય જનતા પાર્ટીનો ટેકો પત્ર લીધો અને NDA સરકાર બનાવવાનો દાવો કર્યો. આ સરકારની રચના થઈ અને વિશ્વાસ મતની તારીખ, એટલે કે ફ્લોર ટેસ્ટ, 12મી ફેબ્રુઆરીએ આપવામાં આવી. આ તમામ ડીલ આ સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી, જેથી સરકાર ફ્લોર ટેસ્ટમાં પાછળ રહી શકે.

મહાગઠબંધનનો દાંવ ઉંધો પડ્યો

મહાગઠબંધન બિહારમાં 28મી જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે કોઇક પ્રકારનો ખેલ કરી રહ્યું હતું. આ ઘટનાક્રમ ફ્લોર ટેસ્ટના દિવસ સુધી ચાલુ રહી હતી જેમાં RJDએ પોતાના ધારાસભ્યોને બચાવવા પડ્યા હતા. આ દરમિયાન JDU-BJPના કેટલાક ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટ સુધી બહાર રાખવા માટે પણ ઘણી મહેનત કરવામાં આવી હતી.

EOUની તપાસ બાદ હવે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ કરશે અને સંપૂર્ણ રિપોર્ટ લાવશે ત્યારે એ પણ બહાર આવશે કે કોણે પ્લાન બનાવ્યો હતો અને પોતાને ફ્લોર ટેસ્ટમાં પહોંચવા કે મોડે સુધી પહોંચવા દેવાની શું યોજના હતી. તે દિવસે, ઘણા ધારાસભ્યો છેલ્લી ક્ષણે પહોંચ્યા, જ્યારે તેમને મહાગઠબંધનની રણનીતિમાં પલટાઈ જવાની માહિતી મળી હતી. રાષ્ટ્રીય જનતા દળ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું કહેવાય છે, કારણ કે ટૂંક સમયમાં નાયબ મુખ્યમંત્રીમાંથી વિપક્ષના નેતા બનેલા તેજસ્વી યાદવ વારંવાર ખેલા થવાની વાત કહેતા હતા. RJDનો આ દાવ ઉંધો પડી ગયો કારણ કે તેમના પક્ષમાંથી ત્રણ ધારાસભ્ય ફ્લોર ટેસ્ટ દરમિયાન NDAમાં જતા રહ્યાં હતા. નીતિશ કુમાર સરકાર બહુમત પરીક્ષણ કરવામાં પાસ થઇ હતી. નીતિશ સરકાર પાસે 128 ધારાસભ્ય હતા અને બહુમત પરીક્ષણમાં તેમની સંખ્યા 130 થઇ ગઇ હતી.

આ સમાચાર શેર કરો