શરદ પવારની તબિયતને લઈને મોટા સમાચાર: ફરી દાખલ થયા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં, પુત્રી સુપ્રિયા સુલે દોડી આવ્યા

શરદ પવારની તબિયતને લઈને મોટા સમાચાર: ફરી દાખલ થયા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં, પુત્રી સુપ્રિયા સુલે દોડી આવ્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અને દિગ્ગજ નેતા શરદ પવાર ફરી એકવાર મુંબઈની પ્રખ્યાત બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા છે. તેમના હોસ્પિટલ પહોંચવાના સમાચાર સામે આવતા જ રાજકીય વર્તુળોમાં અને તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સમાચાર મળતા જ તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે પણ તાત્કાલિક હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, શરદ પવારને રૂટીન ચેકઅપ અથવા સ્વાસ્થ્ય સંબંધિત તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જોકે, હોસ્પિટલ પ્રશાસન કે પવાર પરિવાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શરદ પવાર સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે. હાલ સુપ્રિયા સુલે અને પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ પહોંચી રહ્યા છે, અને ડોક્ટરોની ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. સમર્થકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત