'મહિલાઓને એક લાખ રૂપિયા આપીશું', લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસની મોટી જાહેરાત
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલાઓ માટે મ

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલાઓ માટે મેસેજ આપતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. આ દરમિયાન કોંગ્રેસે મહિલાઓ માટે મોટી જાહેરાત પણ કરી છે.
સોનિયા ગાંધીએ વીડિયો મેસેજ જાહેર કરતા કહ્યું, "સ્વતંત્રતાની લડાઇથી લઇને આધુનિક ભારત બનાવવામાં મહિલાઓનો મોટો હાથ રહ્યો છે. આજે મહિલાઓએ ભયંકર મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અમે એક ક્રાંતિકારી ગેરંટી લઇને આવ્યા છીએ. કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા આપીશું."
સોનિયા ગાંધીએ શું કહ્યું?
સોનિયા ગાંધીએ કહ્યું કે,"કર્ણાટક અને તેલંગાણામાં પહેલા જ અમારી ગેરંટીએ કરોડો પરિવારનું જીવન બદલી નાખ્યું છે. મનરેગા હોય, શિક્ષણનો અધિકાર હોય કે પછી ભોજન સુરક્ષાનો અધિકાર હોય. અમારી આ યોજનાઓએ લાખો પરિવારને તાકાત આપી છે. મહાલક્ષ્મી આ કામને આગળ વધારવામાં અમારી સૌથી નવી ગેરંટી છે."
સોનિયા ગાંધીએ અપાવ્યો વિશ્વાસ?
સોનિયા ગાંધીએ વિશ્વાસ અપાવતા કહ્યું કે આ કઠિન સમયમાં કોંગ્રેસનો હાથ તમારી સાથે છે. આ કઠિન સમયમાં કોંગ્રેસનો હાથ જ તમારી સ્થિતિ બદલશે. કોંગ્રેસે સોનિયા ગાંધીના વીડિયો મેસેજને સોશિયલ મીડિયા એક્સ પર શેર કર્યો છે.







