સ્વાતિ માલિવાલ કેસમાં મોટા સમાચાર, કેજરીવાલના PA વિભવ કુમારે સ્વાતિ વિરુદ્ધ કરી પોલીસ ફરિયાદ
આમ આદમી પાર્ટીના નેતા તેમજ રાજ્યભા સાંસદ સ્વાતિ માલિવાલના કેસમાં મોટા સમાચાર સામે આવ્

આમ આદમી પાર્ટીના નેતા તેમજ રાજ્યભા સાંસદ સ્વાતિ માલિવાલના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્લી મુખ્યમંત્રી આવાસમાં સ્વાતિ માલિવાલ સાથે અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારે કરેલી કથિત મારપીટના કેસમાં સ્વાતિ માલિવાલે ચાર દિવસ બાદ વિભવ કુમાર વિરુદ્ધ દિલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હવે મળતા સમાચાર મુજબ કેજરીવાલના PA વિભવ કુમારે સ્વાતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. વિભવ કુમારે હુમલાના કેસમાં સ્વાતિ માલીવાલ વિરુદ્ધ SHO સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનને ઇમેઇલ દ્વારા લેખિત ફરિયાદ કરી છે.
સ્વાતિ માલિવાલે ભાજપ સાથે મળીને કાવતરું કર્યું - AAP
AAP નેતા અને દિલ્લીના મંત્રી અતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સ્વાતિ માલીવાલ ભાજપના કાવતરાના ભાગરૂપે આક્ષેપો કરી રહી છે. સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરી છે.
અતિશીએ કહ્યું કે, જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. ત્યારથી ભાજપ નર્વસ થઈ ગયું છે અને તેના કારણે ભાજપે ષડયંત્ર રચ્યું છે. સ્વાતિ માલીવાલને 13 મેની સવારે મોકલવામાં આવી હતી. સ્વાતિ માલીવાલ ભાજપના ષડયંત્રનું પ્યાદુ છે. તેનો ઈરાદો મુખ્યમંત્રી પર આરોપો લગાવવાનો હતો. તે સમયે મુખ્યમંત્રી હાજર ન હતા. તેથી જ તેઓ બચી ગયા. ત્યારે સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલનું કહેવું છે કે તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ ઈજા થઈ હતી. તેને લખ્યું છે કે તેનું માથું ફાટી ગયું હતું, કપડાં ફાટી ગયા હતા પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે સત્ય દર્શાવે છે.
અતિશીએ કહ્યું કે વિડિયોમાં સ્વાતિ માલીવાલ પોલીસને ડરાવી રહી છે. તે વિભવને ધમકાવી રહી છે અને તેની સામે અપશબ્દોનો પ્રયોગ કરીને મોટા અવાજે ધમકી આપી રહી છે. તેણે પોતાની ફરિયાદમાં એ ઉલ્લેખ કર્યો નથી કે તેને કોઈએ સ્પર્શ કર્યો છે. સ્વાતિ માલીવાલના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
13 મેના રોજ બની હતી ઘટના
સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર, વિભવ કુમારે 13 મેના રોજ સીએમ આવાસ પર તેની સાથે મારપીટ કરી હતી. આ મામલામાં પોલીસે 16 મેના રોજ એફઆઈઆર નોંધી હતી અને તપાસના સંદર્ભમાં પોલીસની એક ટીમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી.








