ભાભીએ નણંદના પ્રાઈવેટ પાર્ટ પર ભર્યા બચકાં! સારવાર માટે હોસ્પિટલ ગઈ તો ડોક્ટરો પણ...
ઉત્તર પૂર્વ દિલ્હીમાં ભાભી અને નણંદ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જ્યાં નણંદે પોતાની ભાભી ઉપર દાંતથી પોતાન

ઉત્તર પૂર્વ દિલ્હીમાં ભાભી અને નણંદ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જ્યાં નણંદે પોતાની ભાભી ઉપર દાંતથી પોતાના પ્રાઈવેટ પાર્ટને કરડવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય પીડિતાનું કહેવું છે કે તેના ભાઈએ પણ માર માર્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે જેપીસી હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો.
હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી કે, એક મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન છે અને મહિલા તેની ભાભી પર આરોપ લગાવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોતાના નિવેદનમાં પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે કપડાં ધોવા અને સૂકવવા બાબતે તેણીની ભાભી સાથે ઝઘડો થયો હતો.
ભાણી નંણંદના ઝગડામાં મહિલાએ તેના પતિ એટલે કે પીડિતાના ભાઈને ફોન કરીને બોલાવી લીધો. ભાઈએ ઘરે આવતાની સાથે જ તેને લાતો અને મુક્કાથી મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેની ભાભીએ તેના પ્રાઈવેટ પાર્ટ પર જોરથી બચકું ભર્યું. આ ઘટના ખજુરી વિસ્તારની શ્રીરામ કોલોનીમાં બની હતી.
પોલીસે આ ફરિયાદ પર ખજુરીખાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે તેમની ટીમ આરોપીના ઘરે પહોંચી તો ત્યાં તાળું લટકતું હતું. ઘટના બાદ ભાભી શિરીન અને ભાઈ શોએબ ફરાર છે, પોલીસ બંનેને શોધવામાં વ્યસ્ત છે. હાલમાં પીડિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.






