Virat Kohliના પબ પર બેંગલુરુ પોલીસની કાર્યવાહી, મેનેજર સહિત 3 વિરુદ્ધ FIR: જાણો શું છે કારણ
કર્ણાટકની બેંગલુરુ પોલીસે ગત રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં શહેરમાં મોડી રાત સુધી પબ ખુલ્લા

કર્ણાટકની બેંગલુરુ પોલીસે ગત રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં શહેરમાં મોડી રાત સુધી પબ ખુલ્લા રાખવા બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણાં પબ માલિકો અને વ્યવસ્થાપક મેનેજર પર એફઆરઆઈ નોંધવામાં આવી છે. એમાંનો એક પબ વિરાટ કોહલીની માલિકીનો પણ છે.
મળતી માહિતી મુજબ એમજી રોડ સ્થિત one8 commune પબ આવેલો છે. આ પબની માલિકી વિરાટ કોહલીની છે. બેંગલુરુ પોલીસનું કહેવું છે કે, one8 commune પબ સહિત અન્ય પબની વિરુદ્ધ એફઆરઆઈ નોંધવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે, પબ ખુલ્લો રાખવાની સમય મર્યાદા બાદ પણ મોડી રાત સુધી પબ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. તેનું સંચાલન કરવામાં આવતું હતું.
મોટેથી મ્યુઝીક વગાડવાની પણ ફરિયાદ
ડીસીપી સેન્ટ્રલએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ગઈ કાલે મોડી રાત્રે 1:30 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવેલા લગભગ 3થી 4 પબ ઉપર કાર્યવાહી કરી છે. આવા પબ ઉપર મોડી રાત્રે મોટેથી મ્યુઝિક વગાડવામાં આવતું હોવાની ફરિયાદ પણ અમને મળી હતી.
પબ મેનેજર વિરુદ્ધ FIR નોંધવામાં આવી
પોલીસે એમ પણ કહ્યું હતું કે પબને રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની છૂટછાટ છે. શહેરમાં કોઈ પણ વ્યક્તિ કે કંપની પબ આ સમય પછીથી ખુલ્લો રાખી શકશે નહીં. MG રોડ પર સ્થિત one8 Commune Pub ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક છે. 6 જુલાઈના રોજ, એક 8 કોમ્યુન પબના મેનેજર વિરુદ્ધ પબને ઓપરેટિંગ સમય કરતાં વધુ ચલાવવા બદલ FIR નોંધવામાં આવી છે.






