વાયનાડ પહોંચતા પહેલા જ કેરળના આરોગ્ય મંત્રીને નડ્યો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ બુધવારે મલપ્પુરમ જિલ્લામાં અકસ્માતનો ભોગ બન્યા હતા.

કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જ બુધવારે મલપ્પુરમ જિલ્લામાં અકસ્માતનો ભોગ બન્યા હતા. મલપ્પુરમના મંચેરીમાં વીણા જ્યોર્જની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેરળના સ્વાસ્થ્ય મંત્રીને સામાન્ય ઈજા થઈ છે. તેમને ડાબા હાથે ઈજા થઈ હતી. તેમને સારવાર માટે મંચેરી મેડિકલ કોલેજમાં લઈ જવાય હતા.
આરોગ્ય મંત્રી ભૂસ્ખલન પ્રભાવિત જિલ્લા વાયનાડની મુલાકાતે જવાના હતા. આ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. તેઓ વાયનાડ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે વીણા જ્યોર્જને સામાન્ય ઈજા થઈ છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.




