કોણ હતા બાબા સિદ્દીકી? જાણો ઘડિયાળ બનાવનાર કેવી રીતે મહારાષ્ટ્રમાં બન્યા રાજકીય દિગ્ગજ
NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં બની હતી. હાલ પોલ

NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં બની હતી. હાલ પોલીસે બે શૂટરોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બની હતી. બાબા સિદ્દીકી થોડા મહિના પહેલા જ NCP (અજીત જૂથ)માં જોડાયા હતા. આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા. તેઓ મહારાષ્ટ્રના મોટા નેતા ગણાતા હતા. તેમના સંબંધો રાજકારણથી લઈને બોલિવૂડ સુધીના હતા.
વિદ્યાર્થી નેતાથી રાજકીય સફર શરૂ
બાબા સિદ્દીકીએ પોતાની રાજકીય સફર મુંબઈની એક કોલેજમાં વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. આ પછી તેઓ બે વખત મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. જો કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના આશિષ શેલારથી હાર્યા હતા.
48 વર્ષ કોંગ્રેસમાં રહ્યા
NCPમાં જોડાતા પહેલા તેઓ લગભગ 48 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા. તેથી જ કોંગ્રેસ છોડવાના તેમના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. કોંગ્રેસ છોડીને તેઓ NCP (અજિત પવાર)માં જોડાયા. બાબા સિદ્દીકી મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA)ના મુંબઈ વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
લઘુમતી સમુદાયનો અગ્રણી ચહેરો
બાબા સિદ્દીકી મુંબઈ કોંગ્રેસમાં લઘુમતી સમુદાયનો અગ્રણી ચહેરો હતો. કોંગ્રેસ-એનસીપી ગઠબંધન દરમિયાન તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીનું પદ સંભાળી ચુક્યા છે.






