મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પાર્ટીઓ પ્રત્યે નહીં પરંતુ બંધારણ પ્રત્યે વફાદાર રહે', આખરે CJIએ કોને અને કેમ આવું કહ્યું

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે નાગપુર હાઈકોર્ટ બાર એસોસિએશનના શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધિત

'પાર્ટીઓ પ્રત્યે નહીં પરંતુ બંધારણ પ્રત્યે વફાદાર રહે', આખરે CJIએ કોને અને કેમ આવું કહ્યું

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે નાગપુર હાઈકોર્ટ બાર એસોસિએશનના શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધિત કરવા દરમિયાન જણાવ્યું હતું કે, વકીલોએ કોર્ટ અને ભારતીય બંધારણને તેમના રાજકીય ઝુકાવ અને વિશ્વાસથી અલગ રાખવું જોઈએ. નાગપુરમાં એક કાર્યક્રમમાંમાં CJI ચંદ્રચુડે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પેન્ડિંગ કેસ અને કોર્ટના નિર્ણયો પર વકીલોની ટિપ્પણી કરવાની પ્રવૃત્તિથી ખૂબ જ પરેશાન છે. 
 
CJI ચંદ્રચુડે કહ્યું, “આપણા જેવી ગતિશીલ અને તર્કસંગત લોકશાહીમાં મોટા ભાગની વ્યક્તિઓની એક રાજકીય વિચારધારા અને ઝોક હોય છે. એરિસ્ટોટલના શબ્દોમાં માનવી એક રાજકીય પ્રાણી છે. વકીલો કોઈ અપવાદ નથી. જો કે, બારના સભ્યો માટે, વ્યક્તિની સર્વોચ્ચ નિષ્ઠા પક્ષપાતી હિત સાથે નહીં પરંતુ કોર્ટ અને બંધારણની સાથે હોવી જોઈએ. ઘણી બધી બાબતોમાં એક સ્વતંત્ર બાર, કાયદાના શાસન અને બંધારણીય શાસનની સુરક્ષા માટે નૈતિક કવચ છે. 

તેમણે કહ્યું કે બારના સભ્યો કોર્ટના પ્રથમ અને મહ્ત્વના અધિકારીઓ છે. જેમના હાથમાં કાનુની ચર્ચાની ગરિમા અને સત્ય છે.  તેમણે કહ્યું કે, આ અર્થમાં, બારમાં કોર્ટ અને નાગરિકો વચ્ચે સેતુ તરીકે કામ કરવાની ક્ષમતા છે. પોતાની ભૂમિકા પૂરી કરવા માટે , બાર જટિલ કાનૂની અવધારણા અને ઉદાહરણોને સુલભ ભાષામાં અસરકારક રીતે અનુવાદિત કરી શકે છે, જેનાથી આપણા બંધારણીય મૂલ્યો અને અમારા નિર્ણયોના વાસ્તવિક ઉદ્દેશ્યની ઊંડી સમજને પ્રોત્સાહન મળે છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, ન્યાયતંત્રના ખભા પહોળા છે અને તે પ્રશંસાની સાથે આલોચના પણ સ્વિકારી શકે છે પરંતુ પેન્ડિંગ કેસ અથવા નિર્ણયો પર વકીલોની ટિપ્પણીઓ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે બારના અધિકારીઓ અને સભ્યોએ ન્યાયિક નિર્ણયો પર પ્રતિક્રિયા આપતી વખતે એ ન ભૂલવું જોઈએ કે તેઓ કોર્ટના અધિકારી છે, કોઈ સામાન્ય લોકો નહીં.
 
તેમણે કહ્યું કે, ન્યાયિક સ્વતંત્રતા, બંધારણીય મૂલ્યો અને કોર્ટની પ્રતિષ્ઠાના રક્ષણ માટે એક સંસ્થા તરીકે બાર આવશ્યક છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયો સખત કાર્યવાહી, વ્યાપક ન્યાયિક વિશ્લેષણ અને બંધારણીય સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતાનું પરિણામ હોય છે. તેમણે કહ્યું કે, પરંતુ એકવાર ચુકાદો જાહેર થઈ જાય, તો તે સાર્વજનિક સંપત્તિ છે. 

આ સમાચાર શેર કરો