બાંગ્લાદેશ હિંસાની જ્વાળાઓમાં સળગી રહ્યું છે! મુહમ્મદ યુનુસના ઘરે આગ લગાડવામાં આવી

બાંગ્લાદેશ હિંસાની જ્વાળાઓમાં સળગી રહ્યું છે! મુહમ્મદ યુનુસના ઘરે આગ લગાડવામાં આવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બાંગ્લાદેશ ફરી એકવાર રાજકીય હિંસા અને આગજનીની ઝપેટમાં આવી ગયું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પક્ષ 'અવામી લીગ' (જેના પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે) દ્વારા જાહેર કરાયેલા 'લોકડાઉન'ના થોડા સમય પહેલા જ સમગ્ર દેશમાં વ્યાપક અશાંતિ ફેલાઈ ગઈ છે. રાજધાની ઢાકામાં અનેક દેશી બોમ્બ વિસ્ફોટો થયા છે.

છેલ્લા બે દિવસમાં, સિલહટ, રાજશાહી, બારિશાલ અને ફરીદપુર સહિત દેશના વિવિધ ભાગોમાં મુહમ્મદ યુનુસ દ્વારા સ્થાપિત 'ગ્રામીણ બેંક'ની અનેક શાખાઓને આગ લગાવી દેવામાં આવી છે. ચટ્ટોગ્રામના પંચલાઈશ વિસ્તારમાં, વચગાળાની સરકારનું નેતૃત્વ કરનારા મુહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાનને અજાણ્યા લોકોએ આગ ચાંપી દીધી હતી.
દરમિયાન, અખબારી અહેવાલો અનુસાર, તારિક રહેમાન સાથે સંકળાયેલા 'બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી' (BNP)ના કાર્યકરોએ રાતોરાત ઢાકામાં અવામી લીગના બે નેતાઓના ઘરો પર હુમલો કર્યો અને ત્યાં આગ લગાવી દીધી.

જાહેરાત

શેખ હસીનાની વાપસીની જાહેરાતથી ભડકી આગ

5 ઓગસ્ટ 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ સત્તા ગુમાવીને ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાને ગત વર્ષે એક વિશેષ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ ગેરહાજરીમાં ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાની વરસી નિમિત્તે અવામી લીગે લૉકડાઉનનું એલાન આપ્યું છે. આ મહિનાની શરૂઆતમાં હસીનાએ ફાંસીની સજા છતાં ગમે તે ભોગે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી, ત્યારથી દેશમાં તણાવ વધી ગયો છે. મંગળવારે તેમના વતન તુંગીપારામાં 30 સમર્થકોની ધરપકડ બાદ ટોળાએ પોલીસ સ્ટેશન ઘેરી લેતા પોલીસે થાણું ખાલી કરવું પડ્યું હતું.

વડાપ્રધાન તારિક રહેમાનની ચેતવણી અને કડક સુરક્ષા

બુધવારે રાત્રે વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગને 'આતંકવાદી સંગઠન' અને 'પરાજિત ફાસીવાદી તાકાત' ગણાવી લોકતાંત્રિક દળોને એકજૂટ થવા અપીલ કરી હતી. તેમણે સાંસદોને માત્ર સરકારી તંત્ર પર નિર્ભર ન રહેતા રસ્તા પર ઉતરવા આહ્વાન કર્યું છે. સ્થિતિને કાબૂમાં લેવા ગોપાલગંજ સહિતના સંવેદનશીલ જિલ્લાઓમાં 'બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ' (BGB) ના હજારો જવાનો તૈનાત કરાયા છે. પોલીસે 24 કલાકના ઓપરેશનમાં એકલા ઢાકામાંથી હસીના કેબિનેટના પૂર્વ શિક્ષણ મંત્રી નુરુલ ઇસ્લામ નાહિદ સહિત 565 લોકોની ધરપકડ કરી છે. ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે ઓડિયો-વીડિયો પુરાવાના આધારે તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત