મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બહરાઇચ હિંસાના બે આરોપીનું એન્કાઉન્ટર, નેપાળ ભાગવાની ફિરાકમાં હતા

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં થયેલી હિંસાના 2 આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે. બન્ને આરોપી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. આરોપીઓના નામ સરફ

બહરાઇચ હિંસાના બે આરોપીનું એન્કાઉન્ટર, નેપાળ ભાગવાની ફિરાકમાં હતા

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં થયેલી હિંસાના 2 આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે. બન્ને આરોપી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. આરોપીઓના નામ સરફરાઝ અને તાલિબ છે. પોલીસ સાથે બન્નેની અથડામણ થઇ હતી.બહરાઇચમાં રામગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરનારા આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પોલીસ સાથે અથડામણમાં ગોળી લાગતા સરફરાઝ ઘાયલ થયો હતો. મહત્ત્વપૂર્ણ છે કે રામગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરનાર સરફરાઝ હતો. હિંસા બાદથી તે ફરાર હતો. પોલીસની ટીમ તેને શોધતી હતી.

બહરાઈચમાં આ રીતે ફાટી નીકળી હતી હિંસા 

બહરાઇચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મન્સૂર ગામના રહેવાસી રામ ગોપાલ મિશ્રા રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે દુર્ગા માતા મૂર્તિના વિસર્જનની શોભાયાત્રામાં સામેલ હતા. જ્યારે આ સરઘસ મહારાજગંજ માર્કેટમાં એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન ધાબા પરથી પથ્થરો ફેંકવા લાગ્યા, જેના કારણે વિસર્જન દરમિયાન નાસભાગ મચી ગઈ.

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં મૂર્તિ વિસર્જન બાદ થયેલા રમખાણોમાં માર્યા ગયેલા યુવક રામ ગોપાલ મિશ્રાના પરિવારના સભ્યો મંગળવારે લખનૌમાં મુખ્યમંત્રી યોગીને મળ્યા હતા. સીએમ યોગીએ પરિવારને ન્યાયની ખાતરી આપી હતી. યોગીએ કહ્યું કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં. દરમિયાન મીટિંગ પહેલા માર્યા ગયેલા રામ ગોપાલની પત્ની રોલી મિશ્રાએ કહ્યું કે જે રીતે તેણે મારા પતિની હત્યા કરી છે, તેને પણ એવી જ સજા મળવી જોઈએ.

પરિવારજનોએ કરી હતી દોષિતોના એન્કાઉન્ટરની માગ 

રામગોપાલના પરિવારજનો સતત દોષિતોના એન્કાઉન્ટરની માગ કરી હતી.મુખ્યમંત્રી સાથે મુલાકાત પહેલા રામગોપાલની પત્નીએ એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે અમને હત્યાનો બદલો હત્યાથી જ જોઈએ. રોલી મિશ્રાએ કહ્યું કે, જેવી રીતે તેમણે મારા પતિની હત્યા કરી નાંખી તેવી જ રીતે અમે પણ તેનું મૃત્યુ ઈચ્છીએ છીએ. 

આ સમાચાર શેર કરો