Video: SIR સામે બદરૂદ્દીન અજમલ

સોર્સ: gstv

આસામના ગુવાહાટીમાં AIUDFના પ્રમુખ બદરૂદ્દીન અજમલે SIR એટલે કે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેમણે SIRની કામગીરી તાત્કાલિક અટકાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલી અતિક્રમણ હટાવવાની કામગીરી સામે પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. અજમલે સરકારને ઇવિક્શન ડ્રાઇવ તાત્કાલિક રોકવા અપીલ કરી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અને યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠાવી હતી. આ મુદ્દાઓને લઈને બદરૂદ્દીન અજમલે સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત