Video: બિહારમાં છઠ્ઠ મહાપર્વની પૂર્ણાહુતિ

સોર્સ: gstv

બિહારમાં ચાર દિવસીય છઠ્ઠ મહાપર્વની આજે ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ થઈ છે. પટનાના મિનાર ઘાટ પર વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. છઠ્ઠ વ્રતધારીઓએ ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. ઘાટ પર ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ પરિવારની સુખ-સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે સૂર્યદેવને પ્રાર્થના કરી હતી. ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ સાથે જ લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાનું વિધિવત સમાપન થયું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત