"દુર્ગા પૂજા અને કાવડ યાત્રા બંને 'ઢોંગ' છે, તેને બંધ કરી દેવા જોઈએ..." સપા સાંસદના વિવાદિત નિવેદનથી ખળભળાટ!

"દુર્ગા પૂજા અને કાવડ યાત્રા બંને 'ઢોંગ' છે, તેને બંધ કરી દેવા જોઈએ..." સપા સાંસદના વિવાદિત નિવેદનથી ખળભળાટ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ ડૉ. એસ.પી. સિંહ પટેલ (શિવપાલ સિંહ પટેલ) દ્વારા હિન્દુ ધાર્મિક આયોજનો અંગે આપવામાં આવેલા એક નિવેદનથી મોટો વિવાદ ઊભો થયો છે. તેમણે દુર્ગા પૂજામાં મૂર્તિ વિસર્જનની પરંપરા અને કાવડ યાત્રાને 'ઢોંગ' ગણાવીને આ બંને આયોજનો બંધ કરવાની વાત કહી છે.

મૂર્તિ પૂજા અને વિસર્જન પર ઉઠાવ્યા સવાલ

જાહેરાત

પોતાના નિવેદનમાં સાંસદ એસ.પી. સિંહે દુર્ગા પૂજાની પરંપરા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "લોકો એક મૂર્તિ ખરીદીને લાવે છે, તેની પૂજા કરે છે અને લગભગ એક અઠવાડિયા બાદ તેને ગંદા નાળામાં ફેંકી દે છે." તેમણે આ સમગ્ર પ્રક્રિયાને ઢોંગ ગણાવી હતી અને તેને બંધ કરવાની હિમાયત કરી હતી.

કાવડ યાત્રાને પણ ગણાવી બિનજરૂરી

દુર્ગા પૂજા ઉપરાંત કાવડ યાત્રા અંગે પણ તેમણે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, "ગામમાં મંદિર મોજૂદ છે, ત્યાં જઈને ભગવાન સામે હાથ જોડવાથી પણ એટલા જ આશીર્વાદ મળી શકે છે. તેના માટે 50-50 કિલોમીટર પગપાળા ચાલીને કાવડ લાવવાની કોઈ જરૂર નથી." તેમના મતે, આટલે દૂર પગપાળા ચાલીને કાવડ લાવવાથી કોઈ વધારાના આશીર્વાદ મળતા નથી, તેથી કાવડ યાત્રા બંધ થવી જોઈએ.

સાંસદે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમની આ વાતથી કેટલાક લોકોને ખરાબ લાગી શકે છે, પરંતુ તેઓ કોઈપણ સંકોચ વિના પોતાની વાત રજૂ કરી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત