મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ પોલીસે આજે 16મા આરોપીની કરી ધરપકડ

મહારાષ્ટ્રમાં એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દિકીને જાહેરમાં ગોળી મારી દેવાના કેસમાં

બાબા સિદ્દીકી હત્યા કેસ: મુંબઈ પોલીસે આજે 16મા આરોપીની કરી ધરપકડ

મહારાષ્ટ્રમાં એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દિકીને જાહેરમાં ગોળી મારી દેવાના કેસમાં મુંબઈ પોલીસ શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. આ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં અનમોલ બિશ્નોઈને વોન્ટેડ આરોપી જાહેર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ હત્યામાં બિશ્નોઈની મહત્વની ભૂમિકા હોઈ શકે છે. મુંબઈ પોલીસે આજે આ કેસમાં 16મા આરોપીની ધરપકડ કરી છે. પોલીસના દરોડા અને તપાસ ચાલુ છે.

એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યાથી મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હત્યા માટે ત્રણ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

મુંબઈ પોલીસે કહ્યું છે કે NCP નેતા બાબા સિદ્દિકીની હત્યામાં ત્રણ પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાંથી એક ઑસ્ટ્રેલિયામાં બનેલી ગ્લોક પિસ્તોલ હતી, બીજી તુર્કીમાં બનેલી હતી અને અન્ય દેશી બનાવટની પિસ્તોલ હતી. પોલીસે ત્રણેય પિસ્તોલ કબજે કરી છે.

આ સમાચાર શેર કરો