ખાણી-પીણીની વસ્તુઓમાં થૂક અને મૂત્ર ભેળવવાના મુદ્દે બાબા રામદેવનું મોટું નિવેદન, કહ્યું 'મુસ્લિમ ધર્મગુરુઓ...'
દેશમાં ખાણી-પીણીની વસ્તુઓમાં થૂક અને મૂત્ર ભેળવવાના વીડિયો સામે આવવા પર વિવા

દેશમાં ખાણી-પીણીની વસ્તુઓમાં થૂક અને મૂત્ર ભેળવવાના વીડિયો સામે આવવા પર વિવાદ વકરી રહ્યો છે. ત્યારે હવે યોગ ગુરૂ બાબા રામદેવે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "મુસ્લિમ ધર્મગુરુઓએ આગળ આવીને બોલવું જોઈએ. આ પ્રકારની ઘટનાઓથી ઇસ્લામનો પ્રચાર નહીં પરંતુ ઈસ્લામની સાથે કુરાન પણ બદનામ થાય છે.
આજકાલ સોશિયલ મીડિયા ઉપર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ખોરાકની અંદર થૂંકવામાં આવતું હોય, પેશાબ ભેળવવામાં આવતો હોય એવું સ્પષ્ટ દેખાય છે. આવી ઘટનાઓને મુસ્લિમ મુલ્લા-મૌલવીઓએ તથા ધર્મગુરુઓએ જ વિરોધ કરવો જોઇએ.
વારંવાર આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે આશ્ચર્ય થાય છે કે મુસ્લિમ ધર્મ ગુરૂ મૌન શા માટે રહે છે. એવા વિષયોનો આગળ આવીને આક્રમક રીતે આવી ઘટનાઓનો વિરોધ કરવો જોઈએ. આ બધા સભ્ય સમાજ માટે કલંક સમાન છે."
જણાવી દઈએ કે, યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ આજ હરિદ્વારના કનખલમાં દિવ્ય યોગ મંદિરમાં કન્યા પૂજન કર્યું અને આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી હતી.






