દિલ્હીમાં પદયાત્રા દરમિયાન કેજરીવાલ પર હુમલાનો પ્રયાસ, AAPએ ભાજપ પર લગાવ્યો આરોપ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર તેમની પદયાત્રા દરમિયાન હુમલ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર તેમની પદયાત્રા દરમિયાન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
AAPનો આરોપ છે કે દિલ્હીના વિકાસપુરીમાં તેમની પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાઓએ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. AAPનો આરોપ છે કે ભાજપના ગુંડાઓ અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગયા છે. પોલીસે ભાજપના ગુંડાઓને રોક્યા નથી.
સૌરભ ભારદ્વાજનો ભાજપ પર આક્ષેપ
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, ઈડી અને સીબીઆઈ અને જેલમાં પણ વાત ન બની તો હવે ભાજપવાળાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ કરાવી રહ્યા છે. જો કેજરીવાલને કંઈ પણ થશે તો, તેની જવાબદાર ભાજપ હશે.






