Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Attack under the guise of Namaz Against Islam, Muslim Jamaat Appreciates Indian Pilot's Bravery

નમાજની આડમાં હુમલો ઈસ્લામ વિરુદ્ધ, મુસ્લિમ જમાતે ભારતીય પાયલટની બહાદુરીને બિરદાવી

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
નમાજની આડમાં હુમલો ઈસ્લામ વિરુદ્ધ, મુસ્લિમ જમાતે ભારતીય પાયલટની બહાદુરીને બિરદાવી
સોર્સ : gstv

દુબઈથી ઈઝરાયલના તેલ અવિવ (Tel Aviv) જઈ રહેલી ફ્લાઈટનું સાઉદી અરેબિયામાં ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવાની ઘટનામાં હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય પાયલટે દાખવેલી સમજદારી, હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે પાયલટની સૂઝબૂઝના કારણે અનેક મુસાફરોના જીવ બચી શક્યા.

App Store

ભારતીય પાયલટની હિંમતને સલામ

મૌલાના શહાબુદ્દીન રઝવીએ જણાવ્યું કે ફ્લાઈટમાં બનેલી ઘટનાથી મોટી દુર્ઘટના (Major Accident) સર્જાઈ શકતી હતી અને અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા. જોકે ભારતીય પાયલટે ગભરાયા વગર પરિસ્થિતિને સંભાળી અને ફ્લાઈટને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયામાં ઉતારી. તેમણે પાયલટને તેમની ફરજ નિભાવવાની હિંમત અને બહાદુરી બદલ અભિનંદન પાઠવ્યા.

નમાજના બહાને લોકોને છેતરવાનો આરોપ

આ ઘટનામાં આરોપી અલ-હમાદી અંગે રઝવીએ ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આરોપીએ નમાજના બહાને લોકોને છેતર્યા અને ત્યારબાદ હુમલો કર્યો હોવાનો આરોપ છે. રઝવીના જણાવ્યા મુજબ, નમાજ જેવી પવિત્ર ઈબાદત (Worship)ને હુમલા માટે ઢાલ કે હથિયાર તરીકે ઉપયોગ કરવો ઈસ્લામના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

‘ઈસ્લામ માનવતાનો સંદેશ આપે છે’

મૌલાના રઝવીએ કહ્યું કે ઈસ્લામ (Islam) માનવતા અને ઈન્સાનિયતનો સંદેશ આપે છે. કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાની મંજૂરી ઈસ્લામ આપતો નથી. તેમના મતે, પવિત્ર ધાર્મિક ક્રિયાનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને છેતરવું અને ત્યારબાદ તેની સામે હુમલો કરવો ઈસ્લામના સિદ્ધાંતો અને ધાર્મિક નિયમોની વિરુદ્ધ છે.

‘શરિયતની નજરે અલ-હમાદી મુજરિમ’

રઝવીએ વધુમાં જણાવ્યું કે અલ-હમાદીએ નમાજને એક પ્રકારના હથિયાર તરીકે ઉપયોગ કરીને લોકોના જીવ સાથે રમત કરી છે. તેમના કહેવા પ્રમાણે આવી હરકત ઈસ્લામના ઉસૂલ (Principles) અને જાબ્તા વિરુદ્ધ છે અને તેથી અલ-હમાદી શરિયતની નજરે મુજરિમ છે.

પાયલટની સમજદારીથી ટળી મોટી દુર્ઘટના

મૌલાના રઝવીએ ફરી ભારતીય પાયલટની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે સંકટની ઘડીમાં પાયલટે ફરજ અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું. ફ્લાઈટને સુરક્ષિત રીતે ઉતારવાના નિર્ણયથી મોટી જાનહાનિ ટળી હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ ધાર્મિક વિધિ કે પવિત્ર ઈબાદતને હિંસા માટે ઉપયોગમાં લેવી યોગ્ય નથી.