Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Liquor worth Rs12.80 lakh taken under the guise of powder seized near Vasad, a total of Rs27 lakh seized

વાસદ નજીક પાવડરની આડમાં લઈ જવાતો ₹12.80 લાખનો દારૂ ઝડપાયો, કુલ ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વાસદ નજીક પાવડરની આડમાં લઈ જવાતો ₹12.80 લાખનો દારૂ ઝડપાયો, કુલ ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv

વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર ફરી એક વખત દારૂનો મોટો જથ્થો પકડાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર વાસદ નજીક દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી કુલ રૂ 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

App Store

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને દારૂની હેરાફેરી બાબતે મળેલી વિગતોને પગલે ગઈ મોડી સાંજે એક્સપ્રેસ વે પરથી વાસદ જવાના રસ્તા ઉપર વોચ રાખી હતી. પોલીસે અમરેલી તરફ દારૂ લઈ જવા નીકળેલી ટ્રક ને પકડવા માટે એક ટ્રકમાં બેસીને બે થી ત્રણ કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને વાસદ નજીક દારૂ ભરેલી ટ્રકને આંતરી હતી.

પોલીસે ટ્રક ને તપાસતા તેમાં વેસ્ટ પાવડર ની 400 થી વધુ થેલીઓ મળી આવી હતી. જેથી ટ્રક પોલીસ સ્ટેશનને લઈ જઈ વધુ તપાસ કરતા પાવડરની થેલીઓની નીચેથી રૂ 12.80 લાખની કિંમતની 7152 બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર કાશીદ મોહમ્મદ રફીક બલોચ (લાલખાણ, જામનગર) ની ધરપકડ કરી ટ્રક અને દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી હતી.

આ ઉપરાંત પોલીસે જામનગરના આશિફ કાસમ ભાઈ જોખિયા તેમજ દારૂ મંગાવનાર અને દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News