Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Corruption gap on Delhi-Mumbai Expressway: Traffic jam after 8 feet road subsidence near Ankleshwar

VIDEO: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભ્રષ્ટાચારનું ગાબડું: અંકલેશ્વર નજીક 8 ફૂટ રસ્તો બેસી જતાં ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભરૂચના અંકલેશ્વર પાસે આવેલા પીલુદરા ગામ નજીક દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં બ્રિજના કોંક્રિટ સ્લેબમાં અચાનક અંદાજે ૭ થી ૮ ફૂટ જેટલું મોટું ગાબડું પડી ગયું છે. સ્લેબનો આખો ભાગ તૂટી પડતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાવા લાગ્યા છે, જેને પગલે એક્સપ્રેસવેના કરોડોના કામની ગુણવત્તા અને તેમાં થયેલા ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.આ ભયાનક ગાબડાને કારણે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહન વ્યવહાર ખોરવાયો છે અને રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ આ મામલે મૌન સેવ્યું છે, જોકે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ વરસાદ બંધ થયે સમારકામ હાથ ધરાશે.

App Store