મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા'; CM ચૂંટાયા બાદ આતિશીની પ્રતિક્રિયા

દિલ્હીના મુખ્યમંત્રી જાહેર થયા બાદ આતિશીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. આતિશીએ કહ્યુ

'કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા'; CM ચૂંટાયા બાદ આતિશીની પ્રતિક્રિયા

દિલ્હીના મુખ્યમંત્રી જાહેર થયા બાદ આતિશીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. આતિશીએ કહ્યું કે, કેજરીવાલના માર્ગદર્શનમાં દિલ્હીની સરકાર ચલાવવાનો પ્રયાસ કરીશ. આ સાથે જ આતિશીએ ભાજપ પર કેજરીવાલ પર ષડયંત્ર કરીને ફસાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આતિશીએ શું કહ્યું?

આતિશીએ કેજરીવાલનો આભાર માનતા કહ્યું કે, "આ માત્ર આમ આદમી પાર્ટીમાં થઇ શકે છે, કેજરીવાલના નેતૃત્ત્વમાં થઇ શકે છે. હું સામાન્ય પરિવારમાંથી આવું છું. કોઇ બીજી પાર્ટીમાં હોત તો મને ચૂંટણીની ટિકિટ જ ના મળી હોત.વધુમાં આતિશીએ કહ્યું કે, હું ખુશ છું કે કેજરીવાલે મારા પર વિશ્વાસ કર્યો. જેટલુ સુખ મારા મનમાં છે તેના કરતા વધુ દુ:ખ મારા મનમાં છે. દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી કેજરીવાલ આજે રાજીનામું આપવા જઇ રહ્યાં છે. આપના તમામ ધારાસભ્ય માટે દિલ્હીની 2 કરોડની જનતા માટે દિલ્હીના એક જ મુખ્યમંત્રી છે અને તેમનું નામ છે અરવિંદ કેજરીવાલ."

આતિશીએ ભાજપ પર કર્યા પ્રહાર

આતિશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, "ભાજપે 2 વર્ષથી કેજરીવાલને પરેશાન કરવા, તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચવાની કોઇ કસર છોડી નથી. એક એવો માણસ જે IRSની નોકરી છોડી પોલિટિકલ પાર્ટીથી ચૂંટણી લડીને રાજીનામું આપી શકતો હોય, આવી ઇમાનદાર પાર્ટી પર ભાજપે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને ખોટા કેસ કરી પોતાની એજન્સી ED-CBIને તેમની પાછળ લગાડી. ખોટા કેસમાં છ મહિના સુધી જેલમાં રાખ્યા.સુપ્રીમ કોર્ટે અંતે જામીન આપ્યા. સુપ્રીમ કોર્ટે માત્ર જામીન જ ના આપ્યા પણ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીના મોઢા પર તમાચો માર્યો. કેજરીવાલની ધરપકડ ખોટી હતી. કેજરીવાલે કહ્યું કે, મારા માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઘણો નથી. હું જનતા વચ્ચે જઇશ."

કેજરીવાલના રાજીનામાથી લોકો દુ:ખી- આતિશી

દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, "મને નથી લાગતું કે અમને લોકતંત્રના ઇતિહાસમાં આવું ઉદાહરણ જોવા મળશે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કેજરીવાલના રાજીનામાથી લોકો દુ:ખી છે. કેજરીવાલ એક એવા ઇમાનદાર મુખ્યમંત્રી છે જેમના કારણે દિલ્હીને મફત વીજળી મળી રહી છે. કેજરીવાલ મુખ્યમંત્રી ના રહ્યાં તો વીજળી મળવાનું બંધ થઇ જશે, તેમને ખબર છે કે બાળકોના સ્કૂલની હાલત પણ ખરાબ થઇ જશે. લોકોને ખબર છે કે સરકારી હોસ્પિટલમાં મફત દવાઓ મળે છે તે પણ બંધ થઇ જશે. વૃદ્ધોની મફત બસ મુસાફરી પણ બંધ થઇ જશે. કેજરીવાલ મુખ્યમંત્રી ના રહ્યાં તો મોહલ્લા ક્લિનિક પણ બંધ થઇ જશે.

વધુમાં આતિશીએ કહ્યું કે, આગામી કેટલાક મહિના સુધી આ જવાબદારી મારી પાસે છે. હું દિલ્હીના લોકોની રક્ષા કરવાનો પ્રયાસ કરીશ અને કેજરીવાલના માર્ગદર્શનમાં દિલ્હીની સરકાર ચલાવીશ.

આતિશીએ કહ્યું કે, કોઇ મને શુભેચ્છા કે માળા ના પહેરાવતા. મારા માટે અને દિલ્હી માટે આ એક દુ:ખનો સમય છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે રાજીનામું આપ્યું છે. હું ફરી એક વખત કેજરીવાલનો આભાર માનું છું જેમને મારા પર વિશ્વાસ મુક્યો અને દિલ્હીના લોકો તરફથી કહીશ કે આગામી ચૂંટણી પછી તે ફરી એક વખત કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે જોવા માંગશે.

આ સમાચાર શેર કરો