મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: આસનસોલ: ટીએમસી નેતા અભિષેક બેનર્જી પર થયેલા હુમલાના વિરોધમાં પશ્ચિમ બર્ધમાનમાં ભારે પ્રદર્શન..

પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્ધમાન જિલ્લાના આસનસોલમાં તૃણમૂલ કોંગ્રેસ દ

પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્ધમાન જિલ્લાના આસનસોલમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર સોનારપુરમાં થયેલા હિંસક હુમલા વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ચૂંટણી પછીની હિંસાના પીડિત પરિવારોને મળવા ગયેલા અભિષેક બેનર્જીના કાફલા પર પથ્થરમારો ઈંડા અને જૂતા ફેંકવાની ઘટના સામે આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આસનસોલમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ટીએમસી નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીએમસીએ આ હુમલાને પૂર્વ આયોજિત અને ભાજપ પ્રેરિત ગણાવ્યો છે

આ સમાચાર શેર કરો