VIDEO: સંસદમાં અસદુદ્દીન ઓવૈસીએ શપથ બાદ કહ્યું, જય પેલેસ્ટાઈન
18મી લોકસભા સત્રના બીજા દિવસે સંસદમાં બરેલીના સાંસદ છત્રપાલ ગંગવારે આજે લોકસભાના સભ્ય તરીકે હિન્દીમાં શપથ લીધા હતા. શપથ

18મી લોકસભા સત્રના બીજા દિવસે સંસદમાં બરેલીના સાંસદ છત્રપાલ ગંગવારે આજે લોકસભાના સભ્ય તરીકે હિન્દીમાં શપથ લીધા હતા. શપથ લીધા બાદ ગંગવારે 'જય હિન્દુ રાષ્ટ્ર' એમ બોલ્યા હતા. ગંગવારના આ નારા બાદ વિપક્ષના સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો. જોકે, બીજી તરફ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ બાદ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા.
વિપક્ષે કહ્યું- આ બંધારણ વિરોધી કૃત્ય છે
બરેલીના સાંસદ છત્રપાલ ગંગવારે શપથ લીધા બાદ કહ્યું- 'જય હિન્દુ રાષ્ટ્ર, જય ભારત' કહ્યું હતુ. વિપક્ષે તેને બંધારણ વિરોધી કૃત્ય ગણાવ્યું છે. આ પહેલા ઓવૈસીના 'જય પેલેસ્ટાઈન'ના નારાથી વિવાદ સર્જ્યો હતો.
ઓવૈસીના જય પેલેસ્ટાઈનના નારા પર પણ હંગામો મચ્યો હતો
ઓવૈસીએ 'જય પેલેસ્ટાઈન' બોલ્યા બાદ પણ વિપક્ષે આરોપો લગાવ્યા હતા. ઓવૈસીને લઈને કહેવામાં આવ્યું હતું કે, બંધારણ અને લોકતંત્રની હાકલ કરનારા ઓવૈસી માત્ર પોતાના સમુદાય પ્રત્યે વફાદારી ધરાવે છે. ઓવૈસીએ આજે દેશની સંસદમાં પેલેસ્ટાઈનનો જયજયકાર કરીને પોતાની વફાદારી બતાવી હતી.








