મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોર્ટ રૂમમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી, CBIની ધરપકડ અંગે ચાલી રહી હતી સુનાવણી

સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની આજે ધરપકડ કરવામાં આવી છે. આ પછી તેને દિલ્

કોર્ટ રૂમમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી, CBIની ધરપકડ અંગે ચાલી રહી હતી સુનાવણી

સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની આજે ધરપકડ કરવામાં આવી છે. આ પછી તેને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન અચાકન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. 

જણાવી દઈએ કે ઈડીની ધરપકડ સામે કેજરીવાલે માંગેલા જામીન અંગેની સુનાવણી ચાલુ છે. એ દરમિયાન જ આજે CBI દ્વારા કેજરીવાલની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી હતી. CBIએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન કોર્ટમાં સામસામે દલિલો ચાલી રહી હતી. આ દરમિયાન ઓચિંતા સીએમ કેજરીવાલનું શુગર લેવલ નીચે જતું રહ્યું હતું. તેમને અન્ય રૂમમાં બેસાડીને ચા બિસ્કિટ આપવામાં આવ્યા હતા. સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટ રૂમમાં હાજર હતા. વીડિયોમાં તે જોઈ શકાય છે.  

આ પહેલા EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. ED દ્વારા તેમની ધરપકડના મામલામાં જામીન અંગેની સુનાવણી આજે જ સુપ્રીમ કોર્ટમાં થવાની હતી. આવી સ્થિતિમાં સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. હવે સીએમ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરશે. સીએમ કેજરીવાલ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ બેન્ચને જણાવ્યું હતું કે હાઈકોર્ટે 25 જૂને વિગતવાર આદેશ આપ્યો હોવાથી તેઓ નક્કર અપીલ દાખલ કરવા માંગે છે.

આ સમાચાર શેર કરો