કેજરીવાલને તિહાડ જેલમાં મોકલાયા, દિલ્હી લીકર પોલિસી કેસમાં કોર્ટે 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કેજરીવાલને તિ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કેજરીવાલને તિહાડ જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલના 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી જેના પર રાઉજ એવેન્યૂ કોર્ટે મોહર લગાવી હતી. કોર્ટમાં હાજર થવા દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, “પીએમ જે કરી રહ્યાં છે, તે યોગ્ય નથી કરી રહ્યાં.”
ED તરફથી કોર્ટમાં હાજર થયેલા ASG એસવી રાજૂએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહયોગ કરતા નથી. બધુ જણાવવાનો અર્થ આ છે કે અમે આગળ પણ કેજરીવાલની કસ્ટડીની માંગ કરી શકીએ છીએ.
EDનો શું છે આરોપ?
EDનો દાવો છે કે દિલ્હી લિકર પોલિસી નીતિ તૈયાર કરવા અને તેને લાગુ કરવામાં ભ્રષ્ટાચાર થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. દિલ્હી લિકર પોલિસી નીતિ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી અને 28 માર્ચે તેમણે પ્રથમ વખત EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં કેન્દ્રીય એજન્સીએ ફરી કસ્ટડી માંગી તો કોર્ટે 1 એપ્રિલ સુધી તેમની કસ્ટડી વધારી દીધી હતી.








