અરવિંદ કેજરીવાલને ED કેસમાં વચગાળાના મળ્યા જામીન; છતાં જેલમાં જ રહેવું પડશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી મામલે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.જોકે, કોર્ટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી મામલે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.જોકે, કોર્ટે કેસને મોટી બેન્ચને સોપી દીધો છે.જોકે, કેજરીવાલ અત્યારે જેલમાંથી બહાર નહીં આવી શકે. તે CBI કસ્ટડીમાં છે પરંતુ તેમને જામીન ED કેસમાં મળ્યા છે. એવામાં હજુ તે જેલમાં જ રહેશે.
સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકાર આપતી અરજીને મોટી બેન્ચ પાસે મોકલી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેન્ચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.
કેજરીવાલના વકીલ વિવેદ જૈને જણાવ્યું કે CBI કેસમાં 18 જુલાઇએ દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી છે. આ કેસમાં ચુકાદો આવ્યા બાદ જ ખબર પડશે કે શું કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી બહાર આવશે? જોકે, કેજરીવાલના જેલમાંથી બહાર આવવાની શક્યતા વધુ પ્રબળ છે.
કેજરીવાલને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)એ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાનું રિએક્શન આપ્યું હતું.







