Loksabha Election 2024: બૉર્ડર પર તૈનાત આર્મીના જવાન કેવી રીતે આપે છે પોતાનો મત?
Electronically Transmitted Postal Ballot System: લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. 19 એપ્રિલથી લઇને 1 જૂન સુધી

Electronically Transmitted Postal Ballot System: લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. 19 એપ્રિલથી લઇને 1 જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. એવામં ઘર,પરિવાર અને સંબંધીઓને છોડીને સરહદ પર દેશની સેવા કરી રહેલા સેનાના જવાન પણ લોકશાહીના તહેવારમાં ભાગ લે છે. તમારા બધામાં એક જ સવાલ આવે છે કે સેનાના જવાન કેવી રીતે વોટિંગ કરે છે.
હિમાચલના હજારો સૈનિક ભારતીય સેના આર્મી, નેવી અને એરફોર્સની ત્રણેય વિંગમાં સેવા આપી રહ્યાં છે. આગામી લોકસભી ચૂંટણીમાં તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના મનપસંદ ઉમેદવારના પક્ષમાં મતદાન કરી શકે છે. પહેલા ભારતીય સીમા પર તૈનાત જવાનો માટે બેલેટ પેપર ડાક દ્વારા મોકલવામાં આવતા હતા. જોકે, હવે તેની રીત અને ટ્રેન્ડ બદલાયો છે. ચૂંટણી પંચે ETPBS પ્રણાલી અપનાવી છે.
સેનાના જવાન આ રીતે કરે છે મતદાન
સેનાના જવાનોના પોસ્ટલ વોટિંગ દ્વારા પોતાનો મત આપવાનો હોય છે, તેમણે એક મેલ આવે છે, જેના પર તે નિશાન લગાવે છે અને તેને પોતાના વિસ્તારના અધિકારીને પોસ્ટ કરે છે. મતાધિકાર વિસ્તારમાં આવતા તમામ સેનાના જવાનોને જાણકારી આપવામાં આવે છે, જે બાદ તે પોતાની પોસ્ટિંગ ધરાવતી જગ્યાએથી મતદાન કરે છે. એક જરૂરી વાત છે કે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરનારાઓની સંખ્યા ચૂંટણી પંચ દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવે છે.
પ્રથમ વખત ક્યારે ETPBS પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો
2019માં પ્રથમ વખત હતુ કે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં 18,02,646 લોકોએ રજિસ્ટર્જ કર્યું હતું. જેમાંથી 10,16,245 સંરક્ષણ મંત્રાલયના હતા. બીજી તરફ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 7,82,595 હતા. વિદેશ મંત્રાલયના 3539 અને રાજ્ય પોલીસના 267 કર્મચારી સામેલ હતા. ગત લોકસભા ચૂંટણીમાં ચૂંટણી માટે ETPBS દ્વારા કુલ 18,02,646 પોસ્ટલ બેલેટ ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવ્યા હતા અને બદલામાં 10,84,266 ઇ-પોસ્ટલ મતપત્ર પરત મળ્યા હતા.
સૌથી પહેલા ગણવામાં આવે છે પોસ્ટલ બેલેટના મત
મતની ગણતરી દરમિયાન સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણના શરૂ થાય છે, તે બાદ EVMમાં નોંધાયેલા મતની ગણતરી કરવામાં આવે છે. ચૂંટણી પંચ 1961ના નિયમ 23માં સંશોધન કરીને લોકોને પોસ્ટલ બેલેટ અથવા પોસ્ટ મતપત્રની મદદથી ચૂંટણીમાં મતદાન કરવાની સુવિધા આપે છે. પોસ્ટલ બેલેટની સંખ્યા ઓછી હોય છે માટે તેની ગણતરી પણ આસાન બની જાય છે. જ્યારે ચૂંટણીમાં પરિણામ સામાન્ય અંતરથી આવે છે તો એવામાં ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
બેલેટ પેપર બંધ થયા
EVM આવ્યા પહેલા દેશમાં બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવવામાં આવતી હતી. ચૂંટણીના દિવસે મતદારો પોત પોતાા મતદાન કેન્દ્ર પર જાય છે. ઓળખ પત્ર બતાવ્યા બાદ તેમણે એક બેલેટ પેપર આપવામાં આવતું હતું જેના પર મતદાર પોતાની પસંદના ઉમેદવાર અથવા પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હન આગળ મોહર લગાવતા હતા. તે બાદ બેલેટ પેપરને વાળીને સાથે રાખવામાં આવેલા બેલેટ બોક્સમાં નાખી દેતા હતા. મતદાન પૂર્ણ થયા બાદ બેલેટ બોક્સને ચૂંટણી અધિકારી અથવા સુપરવાઇઝરની નજર હેઠળ સીલ બંધ કરીને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવતું હતું. આ પ્રક્રિયામાં વધુ કર્મચારી, મહેનત અને પૈસા ત્રણેય ખર્ચ થતા હતા.
આ સાથે જ બેલેટ બોક્સ એટલે કે મતદાન પેટીની સુરક્ષા પણ એક સમસ્યા હતી. બૂથ કેપ્ચરિંગની અનેક ઘટનાઓ સામે આવતી હતી.બેલેટ પેપર પર વોટર્સને ધમકાવીને વોટ લઇ લેવામાં આવતા હતા. કેપ્ચરિંગની સ્થિતિમાં કેટલીક વખત બેલેટ બોક્સને નષ્ટ કરવા અથવા તેની સાથે છેડછાડની ઘટના પણ સામે આવતી હતી. આ સ્થિતિ સામે લડવા માટે બેલેટ પેપરનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો. બેલેટ પેપર ભલે બંધ કરી દેવામાં આવ્યું હોય પરંતુ ETPBSનો હજુ પણ ઉપયોગ કરવામાં આવે છે.







