400 હોવિત્ઝર્સ ખરીદવા માટે સેનાએ રૂ. 6,500 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું
સ્વદેશી ડિઝાઇન અને વિકસિત શસ્ત્રોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ શુક્રવારે ભારતીય કંપન

સ્વદેશી ડિઝાઇન અને વિકસિત શસ્ત્રોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેનાએ શુક્રવારે ભારતીય કંપનીઓ પાસેથી 400 હોવિત્ઝર્સ (તોપ) ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. મેક-ઈન-ઈન્ડિયા હેઠળ 400 હોવિત્ઝર્સ ખરીદવા માટે સેનાએ રૂ. 6,500 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે.
ભારતીય સૈન્યની આર્ટિલરી રેજિમેન્ટ ભારતીય ઉદ્યોગની કુશળતાનો ઉપયોગ કરીને 155 mm/52 કેલિબર ટોવ્ડ ગન સિસ્ટમનું ઉત્પાદન કરવા માંગે છે જે મલ્ટીફીચર્સ હોય.
વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, "By Indian-IDDM કેટેગરી હેઠળ ભારતીય કંપનીઓ પાસેથી 400, 155-mm 52-કેલિબર ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ્સ (TAGS) અને ટોઇંગ વાહનો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જે કંપનીઓએ ટેન્ડર મેળવ્યું છે તેમાં સ્થાનિક સંરક્ષણ કંપની ભારત ફોર્જ, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડનો સમાવેશ થાય છે.”
ભારતીય સેનાએ ચીન અને પાકિસ્તાનની સરહદો પર તેની જરૂરિયાતો માટે માઉન્ટેડ ગન સિસ્ટમ્સ શોધવા માટે 307 એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ્સ (એટીએજીએસ) ખરીદવા માટે પહેલેથી જ ટેન્ડર બહાર પાડ્યું છે.
આર્મી ઇચ્છે છે કે બંદૂકો વજનમાં હલકી હોય અને જૂની બોફોર્સ તોપોની જેમ ઊંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં સરળ હોય. સ્વદેશી બંદૂકો સાથે આધુનિકીકરણ માટેની આર્મીની યોજનાનો એક ભાગ છે અને વર્ષ 2042 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. છેલ્લા એક દાયકામાં 155 એમએમ હોવિત્ઝર્સની પ્રાપ્તિ માટે ચાર કરાર કરવામાં આવ્યા છે.







