વાયુસેનાનું હેલિકૉપ્ટર પાણીમાં પડ્યું, બિહારમાં પુર રાહત સામગ્રી વહેંચવા દરમિયાન બની દુર્ઘટના
બિહારમાં સેનાનું હેલિકૉપ્ટર ક્રેશ થયું છે. મુજફ્ફરપુરના ઔરાઇમાં રાહત પ

બિહારમાં સેનાનું હેલિકૉપ્ટર ક્રેશ થયું છે. મુજફ્ફરપુરના ઔરાઇમાં રાહત પેકેટ વહેંચવા દરમિયાન હેલિકૉપ્ટર ક્રેશ થયું હતું. ક્રેશ થયેલુ હેલિકૉપ્ટર સીતામઢીથી રાહત સામગ્રી વહેંચીને પરત ફરતું હતું ત્યારે આ દૂર્ઘટનાનો શિકાર બન્યું હતું. દૂર્ઘટના સમયે હેલિકૉપ્ટરમાં બે પાયલોટ સહિત ત્રણ અન્ય વાયુ સેનાના જવાન સવાર હતા.જોકે, તેમનો બચાવ થયો છે.
સમાચાર એજન્સી અનુસાર, ભારતીય વાયુસેનાએ જણાવ્યું એડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટરને બિહારના સીતામઢીમાં પુર રિલીફ ઓપરેશન દરમિયાન લેન્ડિંગ કરવી પડી હતી. હેલિકૉપ્ટરમાં બે પાયલોટ સહિત ત્રણ કર્મી સવાર હતા. જોકે, તમામ સુરક્ષિત છે.
આ સમયે બિહારમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે. દરેક જગ્યાએ પાણી જ પાણી છે. 16 લાખ લોકો પુરથી પ્રભાવિત થયા છે. પોલીસ, NDRF,SDRFની સાથે સાથે લોકોને પુરના પાણીમાંથી બહાર કાઢવા અને રાહત સામગ્રી વહેંચવા માટે વાયુ સેનાની મદદ લેવામાં આવી હતી. વાયુ સેનાનું હેલિકૉપ્ટર બિહારના પુર પ્રભાવિત વિસ્તારમાં પહોંચીને લોકોને ખાવા-પીવાની વસ્તુ વહેંચી રહ્યું હતું.
વાયુસેનાનું એક હેલિકૉપ્ટર સીતામઢી જિલ્લામાં રાહત સામગ્રી વહેંચીને પરત ફરતું હતું ત્યારે તેમાં ગડબડ જોવા મળી હતી. દરેક જગ્યાએ પાણી ભરેલું હોવાને કારણે બન્ને પાયલોટે હેલિકૉપ્ટરને પાણીમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. મુજફ્ફરપુર જિલ્લાના ઓરાઇ ઘનશ્યામપુર પંચાયતના બેસી બજાર પાસે પાયલોટે પુરના પાણીમાં હેલિકૉપ્ટરને લેન્ડ કરાવ્યું હતું.






