હરિયાણામાં સેનાનું ફાઇટર જેટ જગુઆર ક્રેશ, વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા
હરિયાણાના પંચકૂલામાં મોરની નજીક બાલદવાલા ગામમાં એક ફાઇટર જેટ અચાનક ક્રેશ થયું છે. આ દુર્ઘટના બાદ વાયુસેનાએ તપાસના

હરિયાણાના પંચકૂલામાં મોરની નજીક બાલદવાલા ગામમાં એક ફાઇટર જેટ અચાનક ક્રેશ થયું છે. આ દુર્ઘટના બાદ વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.
જેટના પાયલોટ પેરાશૂટની મદદથી સુરક્ષિત નીચે ઉતરવામાં સફળ રહેતા મોટી દુર્ઘટના ટળી હતી. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દુર્ઘટનાની તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે.
એરફોર્સે નિવેદનમાં શું કહ્યું?
ઇન્ડિયન એરફોર્સે એક નિવેદનમાં કહ્યું કે સિસ્ટમમાં ગડબડને કારણે ફાઇટર જેટ ક્રેશ થયું હતું. પાયલોટ એરક્રાફ્ટમાંથી સુરક્ષિત બહાર નીકળ્યા પહેલા તે રહેણાંક વિસ્તારથી દૂર પ્લેનને લઇ ગયો હતો.








